સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકો ચેતી જજો : થઈ શકે છે આ બીમારીઓ

સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકો ચેતી જજો : થઈ શકે છે આ બીમારીઓ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજકાલ સ્માર્ટ ફોન જીવનનું અભિન્ન અંગ બની ગયો છે.પણ તેના વધુ પડતા ઉપયોગથી આંખો ને મોટું નુકશાન  થઇ શકે છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતાની સાથે જ તેની બ્લુ સ્ક્રીન ખરાબ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો સ્માર્ટફોનની આડ અસરો વિશે પણ ચેતવણી આપે છે.

કારણ કે તેનાથી સંબંધિત સમસ્યાઓ એકદમ ગંભીર છે. કામના બહાને કે એન્ટરટેમેન્ટ માટે આપણે મોબાઇલની સ્ક્રિનમાં રચ્યા પચ્યા હોય છે. તેથી અમુક કલાક પુરતો જ મોબાઇલ યુઝ કરવાની આદત પાડવી જોઇએ.  

નિષ્ણાતોના મતે, ફોન સ્ક્રીન સાથે વધુ પડતા સંપર્કમાં રહેવું જોખમોથી ભરપૂર છે. જેના કારણે બાળકોમાં ગ્લુકોમાની બીમારી ઝડપથી વધી રહી છે. સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખો માટે જોખમી છે.મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આંખોની રોશની પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે આંખો ડ્રાય થવાની સમસ્યા થઈ શકે છે. તમારી આ આદત ગ્લુકોમાનું જોખમ પણ વધારી શકે છે, જે અંધત્વનું કારણ પણ બની શકે છે.

ફોનના સતત ઉપયોગથી માથાનો દુખાવો અને માઈગ્રેનનું જોખમ વધી શકે છે. તેથી મગજને સારું રાખવા માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ. આ માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

સ્માર્ટફોન પર વિડિયો ગેમ્સ અને અન્ય એપ્સનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં તણાવ અને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે. તમારે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘની જરૂર છે. પરંતુ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી મોટાભાગના લોકોમાં અનિદ્રાની સમસ્યા થઇ શકે છે. આ સિવાય મોબાઈલ પર આઈ પ્રોટેક્શન પણ લગાવો, જેથી આંખોને તેના નુકસાનથી બચાવી શકાય.