તૈયાર કપડાંનું વધેલું ચલણ દરજીકામ પર પડયું `ભારી'

તૈયાર કપડાંનું વધેલું ચલણ દરજીકામ પર પડયું `ભારી'

Mnf net work  : પ્રકાશનાં પર્વ દિવાળીની ઉજવણીને આડે હવે એકાદ પખવાડિયા આસપાસનો સમય માંડ બાકી રહયો છે. દિવાળી પૂર્વે બજારોમાં ચહલપહલ વધી જતી હોય છે. અલગ અલગ ધંધાર્થીઓ આગોતરા જ ઉજવણીના ધમધમાટમાં પરોવાતા હોય છે. ત્યારે તૈયાર કપડાંના વધતા ચલણ, ઓનલાઈન શોપીંગના વધતા વ્યાપ સહિતના લીધે ટેલરીંગ એટલે કે દરજીકામના વ્યવસાયમાં પરોવાયેલા ધંધાર્થીઓને આ સપરમા દિવસોમાં કામમાં પરોવાયેલા રહેવાના બદલે નવરાધૂપ બેસી રહેવાનો વારો આવ્યો છે.

આ વ્યવસાયમાં દિવાળી જેવો માહોલ જોવા જ મળતો ન હોવાની લાગણી તેમણે દેખાડી હતી. તો અઢી દાયકાથી દરજીકામ કરતાં નિતીનભાઈ દરજીએ આ વાતને આગળ ધપાવતાં કહયું કે અગાઉના વર્ષોમાં આ દિવસોમાં અમને જમવાનો સમય માંડ મળે તેટલું કામ રહેતું પણ હવે તો નિયત સમયથી વહેલી દુકાન વધાવવી પડે તેવો મંદીનો માહોલ જોવા મળે છે. ભીડ બજારમાં પેન્ટ શર્ટનું રફુ કામ કરતા જગદીશ ગરવાએ કહયું કે સાવ શાંતિવાળો માહોલ જોવા મળી રહયો છે. બજારમાં પ્રવર્તતી મંદીની અસર આ વ્યવસાયને વ્યાપક પ્રમાણમાં થઈ છે.