મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવ્યો, અફીણની ખેતી કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે

મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવ્યો, અફીણની ખેતી કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે

Mnf networ : છેલ્લા ચાર મહિનાથી જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરમાં સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હિંસા સંબંધિત અફવાઓને ફેલાતા રોકવા માટે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે આજથી ખતમ થઈ ગયો છે.

તેમણે સંકેત આપ્યો કે રાજ્યમાં અફીણની ખેતી કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને કહ્યું કે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને મોનિટરિંગ ચાલુ રાખશે.

મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ ઈન્ટરનેટ દ્વારા મૃત્યુ અને અથડામણની નકલી માહિતી સતત ફેલાવવામાં આવી રહી હતી. આ કારણસર સરકારે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

છેલ્લા ચાર મહિનામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે સ્થિતિ સામાન્ય રાખવા માટે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્ય પોલીસની સાથે આસામ રાઈફલ્સ અને અન્ય અર્ધલશ્કરી દળો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત છે.