રામ મંદિર માટે આખા દેશમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું છેઃ પીએમ મોદી

રામ મંદિર માટે આખા દેશમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું છેઃ પીએમ મોદી

Mnf network :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં આજે વર્ષ 2023ના આખરી એપિસોડમાં જનતાને સંબોધન કર્યું હતું. આ તેમનો 108મો એપિસોડ હતો. આજે એમણે અયોધ્યાસ્થિત રામ મંદિરમાં આવતી 22 જાન્યુઆરીએ નિર્ધારિત 'પ્રાણ પ્રતિષ્ઠા' મહોત્સવના આગામી પ્રસંગ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.

એમણે કહ્યું, 'રામ મંદિરને લઈને આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે. લોકો તે વિશે પોતપોતાની લાગણીને જુદી જુદી રીતે વ્યક્ત કરી રહ્યાં છે. તમે જોયું જ હશે કે ગત્ અમુક દિવસોમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યા વિશે અનેક સરસ નવા ગીત અને ભજન બનાવવામાં આવ્યા છે. ઘણા લોકો એ વિશે નવી કવિતાઓ પણ લખી રહ્યાં છે. આમાં મોટા મોટા અનુભવી કલાકારો પણ છે તો ઉભરતા યુવા સાથીઓએ પણ મન ને મોહી લેતી ભજન રચનાઓનું સર્જન કર્યું છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું, 'આ તબક્કે મારા મનમાં એક વાત આવી છે કે આપણે સહુ એવી બધી રચનાઓને એક સમાન હેશટેગ સાથે શેર કરીએ. મારો આપને અનુરોધ છે કે હેશટેગ 'શ્રીરામભજન' સાથે તમે તમારી રચનાઓને સોશિયલ મીડિયા પર શેર કરો. આ સંકલન લાગણીનો, ભક્તિનો એવો પ્રવાહ બનશે કે જેમાં દરેક જણ રામમય થઈ જશે.'