મહેસાણા : 5.67 કરોડના ખર્ચે તૈયાર થશે કુમાર છાત્રાલય : 100 છાત્રોને વિના મૂલ્યે રહેવાની હશે સગવડ

મહેસાણા : 5.67 કરોડના ખર્ચે તૈયાર થશે કુમાર છાત્રાલય : 100 છાત્રોને વિના મૂલ્યે રહેવાની હશે સગવડ

સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ના હસ્તે સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુર્હુત કરાયુ

રૂા.૫.૬૭ કરોડ રૂપિયાના ખર્ચે મહેસાણા ના કડી તાલુકાના આદુંદરા ખાતે સરકારી કુમાર છાત્રાલયથી ૧૦૦ વિધાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવા સહિત ની સગવડ 

 મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ના હસ્તે સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુર્હુત કરાયુ હતુ. રૂા.૫.૬૭ કરોડ રૂપિયાના ખર્ચે મહેસાણા ના કડી તાલુકાના આદુંદરા ખાતે બનનારા સરકારી કુમાર છાત્રાલયથી મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિધાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વિનામૂલ્યે રહેવા જમવાની સહિત ની સગવડ મળશે.તેમજ રમતગમતના સાધનો,સામાયિકો વિગેરે સરકારશ્રી દ્વારા પુરા પાડવામાં આવનાર છે.

     કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ નિયામક શ્રી અનુસુતિ અનુસૂચિત જાતિ કલ્યાણ મહેસાણા શ્રી સી.એન મિશ્રાએ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સાથે સાંસદશ્રી શારદાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી તૃષાબેન પટેલ, ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન શ્રી અરુણાબેન પરમાર, કડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કવિતાબેન પટેલ, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભગવતીબેન ચાવડા ,અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ, સંયુક્ત નિયામકશ્રી આર. બી. ખેર, નાયબ નિયામકશ્રી કે.જી. રૂપારેલીયા, જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અધિકારી મહેસાણાશ્રી ડી.ડી .નાયક, સમાજ સુરક્ષા અધિકારી મહેસાણા શ્રી આરતીબેન બોરીચા, ગામના અગ્રણીઓ, ગ્રામજનો તેમજ કચેરીના કર્મયોગીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.

   ઉલ્લેખનીય છેકે રૂા.૫.૬૭ કરોડ રૂપિયાના ખર્ચે મું.આદુંદરા તા.કડી જિ.મહેસાણા ખાતે સરકારી કુમાર છાત્રાલય માટે બાંધકામ થનાર છે.૧૦૦ વિદ્યાર્થીઓ માટે રહેવાની સંપૂર્ણ સગવડ કુલ - ૨૩ રૂમો વિદ્યાર્થીઓના રહેવા માટે તેમજ રસોડુ ,ડાઇનીંગ હોલ, વીઝીટર રૂમ, વોર્ડન રૂમ, સ્ટોરરૂમ, કોમ્પ્યૂટર રૂમ વગેરેની સગવડ ,આંતરિક રસ્તાઓ સિમેન્ટ ક્રોન્ક્રીટના ,પાણી માટે બોરવેલ, છાત્રાલયની ફરતે કમ્પાઉન્ડવોલ ,વાહન પાર્કિંગ માટે સ્ટેન્ડ ,ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ – ૧૦૨૧.૯૦ ચો.મીટર , ફર્સ્ટ ફલોરનું બાંધકામ – ૯૬૪.૯૦ ચો.મીટર ,ત્રીજા ફ્લોરનું બાંધકામ- ૪૦૪.૦૦ ચો.મીટર ટેરેસનું બાંધકામ – ૨૭.૧૦ ચો.મીટર રહેશે તેમજ આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર, ભૂકંપપ્રુફ બાંધકામ બનશે.ફ્લશડોરનાં દરવાજા,કોટાસ્ટોન ફ્લોરીંગ (રૂમોમાં) .બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ સાથેનું બાંધકામ છાત્રાલયના વિધાર્થીઓ તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીનું ક્વાર્ટરની તથા સીક્યુરીટી રૂમ જેવી આધુનિક સગવડ કરવામાં આવનાર છે.