મોર્નિંગ મંત્ર : મૃત્યુ એ માત્ર વેશ બદલો છે : યુધ્ધ કર ! ના મર્દ થવાથી કાંઈ નહિ મળે

મોર્નિંગ મંત્ર : મૃત્યુ એ માત્ર વેશ બદલો છે : યુધ્ધ કર ! ના મર્દ થવાથી કાંઈ નહિ મળે

ઊઠ! જાગ! ઊભો થા ને યુદ્ધ કર!

એક પગલું પણ પીછેહઠ ન કરીશ. એ જ મુદ્દો છે. છેલ્લે સુધી લડત ચાલુ રાખ, પરિણામ ગમે તે આવે તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમાં શું? માટે યુદ્ધ કર. નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે, જગતના સર્વ દેવો સમક્ષ તમે રડ્યા છો તેથી દુઃખ દૂર થયું છે ખરું? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાના મોતે મરે છે. એ દેવો ક્યાં છે? તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે. તો એથી લાભ શો? સામી છાતીએ લડીને મરો મારા વહાલા અર્જુન! આ વહેમો પાસે નમતું જોખવાની કે તારા મનથી વેચાઈ જવાની રીત તને છાજતી નથી. તું સનાતન છે, અમર છે, જન્મરહિત છે, સનાતન આત્મા તું છે. માટે ગુલામ થવું તને છાજતું નથી. ઊઠ! જાગ! ઊભો થા ને યુદ્ધ કર! મરવું પડે તો મર. તને મદદ કરનાર બીજો કોઈ નથી. તું જ સર્વ જગત છે. તને કોણ સહાય કરી શકે ?

વિવેકાનંદ