પ્રધાનમંત્રી આવાસ બન્યું પ્રામાણિકતાની મિશાલ : ખોવાયેલ 10 હજાર રૂપિયા પરત કરાયા

સુરતના વેસુ ખાતે આવેલ સુમન ભાર્ગવ સોસાયટી નો કિસ્સો

પ્રધાનમંત્રી આવાસ બન્યું પ્રામાણિકતાની મિશાલ : ખોવાયેલ 10 હજાર રૂપિયા પરત કરાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : પ્રખ્યાત લેખિકા સુધામૂર્તિ એ લખ્યું છે કે પ્રમાણિકતા શીખવા માટે કોઈ મહા વિદ્યાલયો ની જરૂર નથી હોતી, એ તો હૃદયમાંથી પ્રગટે છે. આવો જ એક પ્રમાણિકતાની મિસાલ ગણાતો કિસ્સો સુરતના વેસુ ભરથાણા ખાતે વીઆઇપી રોડ પર આવેલી સુમન ભાર્ગવ સોસાયટીમાં બન્યો હતો જેમાં 10,000 રૂપિયા જેટલી મોટી રકમ પરત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ ભરથાણા વીઆઇપી રોડ પાસે આવેલ સુમન ભાર્ગવ સોસાયટીના બી બિલ્ડિંગમાં મકાન નં 602 માં રહેતાં પરિવાર માંથી કામિની બહેન ગુરુવારે સાંજના સમયે દુકાન ઉપર કોઈ ચીજ વસ્તુ લેવા માટે ગયાં હતાં. ચીજ વસ્તુ લઈને ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો પૈસા ન હતા તેથી તેમણે સોસાયટી થી દુકાન સુધી પૈસાની શોધખોળ કરી. બીજા દિવસે સોસાયટી બિલ્ડિંગમાં લગાવેલા કેમેરા પણ ચેક કરવામાં આવ્યા પરંતુ કોઈ જગ્યાએ પૈસાનો હતો પતો મળ્યો ન હતો.

બીજી બાજુ સુમન ભાર્ગવ સોસાયટીની બે બિલ્ડિંગમાં ફ્લેટ નં 1402 માં રહેતાં ડોલી બેન ને સોસાયટીના પાર્કિંગ પાસેથી 10 હજાર રૂપિયા મળ્યા હતા. જેને લઇ તેમણે તપાસ શરૂ કરી કે આ પૈસા કોના હોઈ શકે છે. ત્યારબાદ બીજા દિવસે તેમને જાણ થઈ કે આ પૈસા તેમની જ બિલ્ડિંગમાં રહેનાર 602 નંબર માં રહેતાં કામિની બેનના હતા. તેથી તેઓ 602 નંબરના ફ્લેટમાં પૈસા પરત કરવા માટે ગયાં પરંતુ મકાન બંધ હોવાથી તેમણે સોસાયટીના પ્રમુખને જાણ કરી હતી.

જેને લઇ સોસાયટીના પ્રમુખ તેમજ અન્ય સોસાયટીના સભ્યો ની હાજરીમાં ડોલીબેન દ્વારા આ પૈસા જેમના હતા એવા કામિનીબેન ને પરત કરવામાં આવ્યા હતા. આમ ડોલી બેને પૈસા પરત કરીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોસાયટીના સભ્યોએ તાળીઓના ગડગડાટ થી ડોલીબેનની પ્રમાણિકતા ને બિરદાવી હતી. ખરેખર ડોલી બેન સુમન ભાર્ગવ સોસાયટી જ નહિ પણ આજના કળિયુગમાં દરેક વ્યક્તિ માટે પ્રામાણિકતાની મિસાલ બન્યાં છે