લોકમુખે ચર્ચા : જેલમાં બંધ અસામાજીક યુવા તત્વને છોડાવવા એક નિવૃત IAS કક્ષા ના અધિકારીના હવાતિયાં ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ઉત્તર ગુજરાતમાં રાજકારણ ગરમાયું. અસામાજિક યુવા તત્વને જેલમાંથી છોડાવવા નિવૃત્ત અધિકારી ના હવાતિયા નો કિસ્સો ચર્ચામાં

લોકમુખે ચર્ચા : જેલમાં બંધ અસામાજીક  યુવા તત્વને છોડાવવા એક નિવૃત IAS કક્ષા ના અધિકારીના હવાતિયાં ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં જોરદાર રાજકારણ ગરમાયુ છે. જો કે પહેલા યોજાનારી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષો એ એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે જેલમાં બંધ એક અસામાજિક યુવા તત્વને છોડાવવા ઉત્તર ગુજરાતના એક નિવૃત આઈએએસ કક્ષાના અધિકારી હવાતિયાં મારી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
                                                                                               ચર્ચાતી વિગતો મુજબ થોડાક સમય પહેલા આ અસામાજિક યુવા  ગંભીર મુદ્દે જેલમાં ધકેલાયા હતા. જોકે તેણે અગાઉ નગરપાલિકાની ચૂંટણીઓમાં મહત્વની સક્રિય ભૂમિકા ભજવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જો આ અસામાજિક યુવા જેલના સળિયા પાછળ રહી જાય અને ચૂંટણી આવી જાય તો નગરપાલિકા ની સત્તામાં ઘણી ઊથલપાથલ થવાની શક્યતાઓ છે જેને જોતા ચૂંટણીઓ પહેલા તે જેલ માંથી બહાર આવે તો આ અધિકારીના મનસૂબા પાર પડી શકે છે. ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે આ અધિકારી નિવૃત્ત હોઇ તેમને કદાચ હવે ચૂંટણી લડવાના પણ અરમાન જાગ્યા હોઈ શકે છે.
                                                                                               જોકે તેને છોડાવવા માટે આ આઈએએસ કક્ષાના અધિકારી દ્વારા ઘણી મથામણ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અધિકારીએ સત્તાધારી પક્ષ સહિત અનેક નેતાઓના સંપર્ક શરૂ કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.પણ વિટંબણા એ છે કે જો આ અસામાજિક યુવાને જેલ માંથી બહાર કાઢવામાં જો કોઈ સત્તાધારી પક્ષના નેતા સક્રિયતા દાખવે તો સરકારની છબી ખરડાઈ શકે છે. એટલું જ નહિ પરંતુ કદાચ ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષને નુકસાન પણ થઈ શકે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ અટકળો અને છૂટો ચર્ચાઓનો દોર ક્યાં જઈ અટકશે ?