તસ્વીર બોલે છે : માસ્ક છે, પણ સોશ્યલ ડિસ્ટન્સ કયાં ? પાટીલ સાથે ફોટો પડાવવાના ઉત્સાહમાં નેતાઓ ભાન ભૂલ્યા

તસ્વીર બોલે છે : માસ્ક છે, પણ સોશ્યલ ડિસ્ટન્સ કયાં ? પાટીલ સાથે ફોટો પડાવવાના ઉત્સાહમાં નેતાઓ ભાન ભૂલ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) :  ભાજપના પ્રદેશ સી આર પાટીલ જ્યાં જાય ત્યાં પ્રધાનમંત્રી ના સૂત્ર માસ્ક અને દો ગજ ની દુરી ને લઈને ક્યાંક ને ક્યાંક નવો વિવાદ ઉભો કરતા જ હોય છે. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી લઈને આજદિન સુધી જો વધારે વિવાદમાં ભાજપના કોઇ નેતા રહ્યા હોય તો તે છે સી આર પાટીલ. જોકે બીજી બાજુ એ પણ સત્ય છે કે આ કોરોના કાળમાં જો સૌથી વધારે પ્રશંસનીય કામગીરી કરી હોય તો એ કામગીરી કરનાર ભાજપના નેતા પણ સી.આર.પાટીલ જ છે.

માસ્ક પહેરવાથી લઈને સોશિયલ distance રાખવાની બાબત માં સી આર પાટીલ અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. જોકે આ વિવાદો તેમની કામ કરવાની પદ્ધતિને કોઈ અસર કરતા નથી. પરંતુ કોણ જાણે કેમ સી.આર.પાટીલ જ્યાં જાય ત્યાં માસ્ક અને સોશિયલ distance ને લઈને ક્યાંક ને ક્યાંક તેવી તસવીરો સામે આવતી જ હોય છે કે જેને લઇને પાટીલ ચર્ચાનું કેન્દ્ર બને.

તાજેતરમાં સીઆર પાટીલે વડોદરાનાં ધારાસભ્ય મનિષાબેન વકીલનાં સહયોગથી શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરને ખુલ્લું મૂક્યું.તેમજ વડોદરામાં ટીમ વડોદરા અને ફ્રિડમ ગૃપ દ્વારા આયોજીત પ્લાઝમા ડોનેશન કેમ્પની મુલાકાત લઇ પ્લાઝમા ડોનેટ કરનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે તેમની સાથે પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, વડોદરા શહેર પ્રમુખ વિજયભાઇ શાહ, મેયર કેયુરભાઇ રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર નંદાબેન જોષી સહિત અનેક ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે સીઆર પાટીલે ફોટો સેશન કર્યું હતું જેના કેટલાક ફોટો પાટિલે તેમના સોશિયલ મિડીયા પેજ પર શેર કર્યા છે. જેમાં એક એવી તસવીર સામે આવી છે જેમાં સોશ્યલ distance નો ક્યાંકને ક્યાંક ભંગ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. કદાચ પ્રદેશ પ્રમુખ સાથે ફોટો ખેંચાવાના ઉત્સાહમાં ને ઉત્સાહમાં ભાજપના નેતાઓ પ્રધાનમંત્રીના દો ગજ ની દૂરી ના સૂત્રને ભૂલી ગયા હોય તો નવાઈ નહીં !