આરબીઆઈ તબક્કાવાર સી.આર .આર રેશિયો દૂર કરશે

આરબીઆઈ તબક્કાવાર સી.આર .આર રેશિયો દૂર કરશે

Mnf network: બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(I-CRR)ને તબક્કાવાર રીતે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.

આરબીઆઈએ તેની ગઈ સમીક્ષા બેઠકમાં I-CRR લાગુ પાડયો હતો. જેનું કારણ જુલાઈ માટે જોવા મળેલો અપેક્ષાથી ઊંચો સીપીઆઈ રેટ હતો. 

મધ્યસ્થ બેંકરે જણાવ્યું હતું કે I-CRR હેઠળ જમા થયેલી રકમને તબક્કાવાર છૂટી કરવામાં આવશે. જેથી સિસ્ટમ લિક્વિડિટીમાં કોઈ આંચકો જોવા મળે નહિ અને મની માર્કેટ્સ સ્થિર કામગીરી દર્શાવી શકે. જેને જોતાં બેંક 25 ટકા I-CRRને 9 સપ્ટેમ્બરે છૂટો કરશે. જ્યારપછી વધુ 25 ટકા I-CRRને 23 સપ્ટેમ્બરે રિલીઝ કરસે. બાકીના 50 ટકા I-CRRને તે 7 ઓક્ટોબરના રોજ રિલીઝ કરશે એમ બેંકે ઉમેર્યું હતું. આરબીઆઈએ 12 ઓગસ્ટથી શેડયૂલ્ડ બેંક્સ માટે 10 ટકાના I-CRRને લાગુ પાડયો હતો.  આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ તેમણે ભાવોમાં સ્થિરતા અને બેંક્સના લાભમાં જ I-CRRને લાગુ પાડયો હતો. I-CRRને કારણે બેંક્સની લિક્વિડિટી પર કોઈ વિપરિત અસર નથી પડી અને તેઓ તેમની રૂટિન લેન્ડિંગ કામગીરી જાળવી શક્યાં હતાં. આરબીઆઈએ 19 મેના રોજ રૂ. 2000ની નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જ્યારથી 1 ઓગસ્ટ સુધીમાં દેશમાં રૂ. 3.14 લાખ કરોડની રૂ. 2000ની નોટ્સ પરત આવી ચૂકી છે. જે સર્ક્યુલેશનના 88 ટકા જેટલી થાય છે.