2023માં એવી કઈ-કઇ યોજનાઓ અમલમાં આવી, જેને કેન્દ્ર સરકારને બનાવી વધારે લોકપ્રિય?

2023માં એવી કઈ-કઇ યોજનાઓ અમલમાં આવી, જેને કેન્દ્ર સરકારને બનાવી વધારે લોકપ્રિય?

2023માં આ યોજનાઓ રહી સૌથી વધારે ચર્ચામાં

કેન્દ્ર સરકારને આ જાહેરાતોએ બનાવી વધુ લોકપ્રિય

જાણો સૌથી વધારે ચર્ચીત યોજનાઓ કઈ રહી

Mnf network: વર્ષ 2023 હવે થોડા જ દિવસોમાં સમાપ્ત થવાનું છે. દેશ અને દુનિયામાં આ વર્ષે ઘણી મોટી ઘટનાઓ જોવા મળી છે. ચૂંટણીથી લઈને ચંદ્રયાનની લેન્ડિંગ અને મોદી સરકારની વિવિધ જાહેરાતોએ આ વર્ષે ભારતની જનતાને ખૂબ જ આકર્ષિત કરી છે.

 મહિલાઓને અનામત

કેન્દ્રની મોદી સરકારે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાજનીતિમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપીને કર્યું. 19 સપ્ટેમ્બર 2023એ મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાના ઉદ્ધેશ્યથી 'નારી શક્તિ વંદન બિલ' લોકસભામાં રજૂ કરવામાં આવ્યું.

આ બિલ બન્ને સંસદોમાં રજુ થયું અને લગભગ સર્વસમ્મતિથી પાસ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ બીલને મંજૂરી આપી દીધી જેનાથી આ કાયદામાં બદલાઈ ગયું. જોકે મહિલા આરક્ષણ કાયદાને લાગુ કરતા પહેલા વસ્તી ગણતરી અમે સીમાંકન કરવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓએ આ શરતો પર વાંધો ઉઠાવ્યો છે.

 સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો

ઓગસ્ટ મહિનાના એન્ડમાં કેન્દ્રની મોદી સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના રેટમાં 200 રૂપિયાથી મોટો ઘટાડો કરી દીધો હતો. સરકારે આ મહિલાઓને રક્ષાબંધનની ભેટ આપી હતી. સૌથી વધારે ફાયદો ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહેલા લોકોને થયો.

તેમને સિલિન્ડર પર પહેલા 200ની છૂટ મળતી હતી. ત્યાર બાદ 200ની બીજી છૂટથી આ રકમ 400 સુધી પહોંચી ગઈ. કેન્દ્ર સરકારના આ પગલાથી મહિલાઓને ખૂબ જ રાહત મળી હતી.

 5 વર્ષ મળ્યું મફત રાશન

કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લેતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નય યોજનાના હેઠળ રાશન સ્કીમને ફરીથી આગળ વધારી છે. હવે લોકોને આવનાર 5 વર્ષો સુધી મફત રાશન યોજનાનો લાભ મળી શકે છે. આ નિર્ણયથી દેશભરના કુલ 81 કરોડ લોકો લાભ લેઈ શકશે. બધા લોકોને વર્ષ 2028 સુધી 5 કિલોગ્રામ અનાજ મફતમાં મળશે. ભારત સરકાર તેમાં 11.80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

G20માં IMEC કોરિડોરની જાહેરાત

ભારતની રાજધાની નવી દિલ્હીમાં 7થી 9 નવેમ્બર 2023 સુધી G20 શિખર સન્મેનલનું આયોજન કરવામાં આવ્યું તું. તેને અત્યાર સુધીની સૌથી સફળ આયોજનાઓમાંથી એક જણાવવામાં આવી રહ્યું છે. G20માં ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરને પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ કોરિડોરની મદદથી એશિયાથી લઈને મિડલ ઈસ્ટ અને યુરોપ સુધી વ્યાપાર સરળ થઈ જશે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટમાં ભારત, યુએઈ, સાઉદી અરબ, યુરોપિયન યુનિયન, ફ્રાંસ, ઈટલી, જર્મની અને અમેરિકા શામેલ છે.

 વિશ્વકર્મા યોજનાની જાહેરાત

15 ઓગસ્ટ 2023એ પીએમ મોદીએ લાલ કિલ્લાથી વિશ્વકર્મા જયંતીના દિવસે 13 હજાર કરોડ રૂપિયાથી વિશ્વકર્મા યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાનું આખુ નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના છે. આ યોજના હેઠળ કારીગરો અને હસ્તશિલ્પ શ્રમિકોને વિશ્વકર્મા પ્રમાણ પત્ર અને ઓળખ પત્ર મળશે.

શ્રમિકોને એક લાખ સુધીની વ્યાજ મુક્ત લોન મળશે અને બીજા ચરણમાં 5 ટકાના દરથી 2 લાખની લોન મળશે. વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને પ્રશિક્ષિત પણ કરવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે આ યોજના હેઠળ આવનાર 5 વર્ષોમાં કુલ 30 લાખ પરિવારોને લાભ મળશે.

 2035 સુધી ભારતનું સ્પેસ સ્ટેશન

ઓગસ્ટ મહિનાની 23 તારીખે ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રમાને દક્ષિણી ભાગ પર લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી નાખ્યો હતો. તેના બાદ ભારતના પહેલા સૂર્ય મિશન આદિત્ય એલ-1ને પણ લોન્ચ કરવામાં આવ્યું.

ત્યાર બાદ પીએમ મોદીએ ઈસરોને આદેશ આપ્યો કે વર્ષ 2035 સુધી તે ભારતનું પોતાનું અંતરિક્ષ સ્ટેશન તૈયાર કરે. તેની સાથે જ પીએમએ 2040 સુધી ચંદ્રમા પર ભારતીય વ્યક્તિને મોકલવાની તૈયારી કરવાની પણ જાહેરાત કરી છે. આ મિશનના માધ્યામથી ભારત એક મોટી સ્પેસ પાવર બનવા જઈ રહ્યું છે.

 ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

ભારત આર્થિક રીતે ખૂબ જ મજબૂત થતુ જઈ રહ્યું છે. બ્રિટનને પાછળ કરીને ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવવસ્થા બની ચુક્યું છે. હવે પીએમ મોદીએ એલાન કર્યું છે કે તે પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. આ સંદેશના માધ્યમથી પીએમ મોદીએ એવી પણ હિંટ આપી છે કે તે વર્ષ 2024માં થવા જઈ રહેલી લોકસભા ચુંટણીમાં જીત માટે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે.

આત્મનિર્ભર ભારત હેઠળ હથિયારોની ખરીદી

રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા ઘણા મહત્વના પગલા ભરવામાં આવ્યા છે. તેના હેઠળ હાલમાં જ 97 તેજસ વિમાન અને 150 પ્રચંડ હેલીકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

તેના ઉપરાંત સરકારે ભારતીય નૌસેના માટે ત્રીજા એરક્રાફ્ટ કરિયરને ખરીદીને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. તેની ખર્ચ 40,000 કરોડ રૂપિયાની નજીર હોવાનું અનુમાન છે.