ઉંઝા : ......તો કહેવાતા ઈમાનદાર ધારાસભ્ય ની ઈમેજ ને લાગશે ધબ્બો ?

ઉંઝા : ......તો કહેવાતા ઈમાનદાર ધારાસભ્ય ની ઈમેજ ને લાગશે ધબ્બો ?

ઉંઝા APMC ના વાઇસ ચેરમેન ની પેઢી પર પણ  GST ના દરોડા બીજા દિવસે યથાવત

તપાસનો ધમધમાટ ચાલુ : રાજકીય દબાણ લાવવા પ્રયાસ ની ચર્ચા

મોટી કરચોરી પકડાવા ની આશંકા

APMC ના વાઇસ ચેરમેન છે ધારાસભ્યના નજીકના

જો ધારાસભ્યના નજીકના ગણાતા અરવિંદ સોમા ની પેઢી પરથી મોટી કરચોરી પકડાઈ તો કહેવાતા ઈમાનદાર ધારાસભ્યની ઈમેજ ને લાગશે ધબ્બો 

અધિકારીઓ દ્વારા પકડાયેલી ગાડીઓમાં તપાસ થાય તો નકલી જીરું મળવાની શક્યતાઓ

નકલી જીરા નો કારોબાર કોનો ? શહેરમાં ચર્ચાઓએ જોર પકડ્યું.

મોટી કચોરી પકડાશે કે પછી રાજકીય દબાણ હેઠળ ઢાંક પીછોડો કરાશે ? 

ધારાસભ્યના ઓથા હેઠળ એપીએમસી ની મંડળીઓની અગાઉ થઈ હતી મીટીંગ.

ધારાસભ્યના નામે પોતાનો રાજકીય રોટલો શેકતા વાઇસ ચેરમેન ની નજર ચેરમેન બનવા તરફ હોવાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝામાં હાલમાં કેટલીક વેપારી પેઢીઓ પર જીએસટીના દરોડા નો દર યથાવત છે.ત્યારે એપીએમસીના વાઇસ ચેરમેન ની વેપારી પેઢી પણ જીએસટી ના સકાંજા માં આવી ગઈ છે. ત્યારે આ મુદ્દે શહેરમાં તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ચર્ચાતી વિગતો મુજબ એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદભાઈ સોમાભાઈ પટેલ એ ધારાસભ્યના ખૂબ જ અંગત માનીતા ગણવામાં આવે છે. જોકે ધારાસભ્ય કાર્યાલય ઉપર પણ ધારાસભ્ય કરતા તેમની સવિશેષ હાજરી હોવાનું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.

ક્યાંક ને ક્યાંક એપીએમસીના વાઇસ ચેરમેન ની નજર એપીએમસીના ચેરમેન બનવા તરફ હોવાની પણ અનેક ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે.કારણ કે થોડાક સમય અગાઉ ધારાસભ્યના ઓથા હેઠળ એપીએમસી સંબંધીત કેટલીક મંડળીઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેના પાછળ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે અરવિંદ સોમા નો દોરી સંચાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ત્યારે શહેરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ સોમાં ની પેઢી ઉપર જીએસટીના દરોડા પડ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક 'દાળમાં કંઈક કાળું ' હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ધારાસભ્યની સાથે રહેતા આવા નેતા ની પેઢી પરથી જીએસટી કરચોરી પકડાઈ તો ધારાસભ્યની ઇમેજને પણ ધબ્બો લાગે એમાં નવાઈ નહીં !