ઊંઝા : ધારાસભ્યએ ગામડાઓ માટે એક વર્ષમાં ધારાસભ્ય ફંડની કેટલી ગ્રાન્ટ ફાળવી ? આંકડાઓ જાણી તમે પણ કહેશો કેવી રીતે થશે વિકાસ ?

ઊંઝા : ધારાસભ્યએ ગામડાઓ માટે એક વર્ષમાં ધારાસભ્ય ફંડની કેટલી ગ્રાન્ટ ફાળવી ? આંકડાઓ જાણી તમે પણ કહેશો કેવી રીતે થશે વિકાસ ?

લ્યો બોલો ! ધારાસભ્ય એ ધારાસભ્ય ફંડ માંથી 2023 - 24 ના વર્ષમાં 35 ગામડાઓ વચ્ચે 70.75 લાખ ગ્રાન્ટ ફાળવી

ગામડાં દીઠ સરેરાશ માત્ર 2 લાખ રકમ થાય

35 ગામડાઓની અંદાજે 1.20 લાખ વસ્તી દીઠ જોઈએ તો વ્યક્તિ દીઠ સરેરાશ રકમ 70 રૂપિયા થાય

ફાળવેલ ગ્રાન્ટ ના મંજૂર થયેલ 47 કામ પૈકી 33 કામ પ્રગતિ હેઠળ.એક પણ કાર્ય પૂર્ણ થયેલ નથી !

ગામડાઓના અનેક પ્રશ્નો છે હજુ સુધી વણ ઉકેલ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : જો ધારાસભ્ય  નિષ્ક્રિય હોય તો  તેનો વિસ્તાર કેટલો વિકાસ થી વંચિત રહે છે એ જોવું હોય તો વિધાનસભા વિસ્તાર ના ઊંઝા વિસ્તારના ગામડાઓની મુલાકાત લેવી રહી !

ઊંઝા ના ધારાસભ્ય કે કે પટેલે 2023 - 24 માં પોતાના વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ વાપરી કેવા વિકાસ કાર્યો કર્યા એ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ ને મળેલી સરકારી વેબસાઈટ ની માહિતી મુજબ ધારાસભ્યએ પોતાના ફંડ માંથી વિધાનસભા વિસ્તારના ઊંઝા તાલુકા ના 35 ગામડાઓ માં 2023 - 24 માં 70.75 લાખ ગ્રાન્ટ ની રકમ ફાળવી હતી અને ઊંઝા શહેર માં 32 લાખ ગ્રાન્ટ ફાળવી હતી.

સરકારી વેબસાઇટ ના આંકડાઓ દર્શાવે છે કે ગામડાઓ ને ફાળવેલ 70.75 લાખ ગ્રાન્ટ માટે 47 પ્રાથમિક કામોને મંજૂર કરેલ જેમાંથી 37 વિકાસ કામો માટે 53.85 લાખ ની રકમની વહીવટી મંજૂરી મળી ગયેલ જેમાંથી એક પણ કાર્ય પૂર્ણ થયેલ ન હોઈ 33 કામો પ્રગતિ હેઠળ જ્યારે 4 વિકાસ કાર્યો હજુ શરૂ થયા નથી.

અત્રે નોંધનીય છે કે કેટલી ગોકળ ગતિ એ ઊંઝા તાલુકા નો વિકાસ થઈ રહ્યો છે. એ સૌ કોઈ સમજી શકે છે.એટલું જ નહિ તાલુકા ના 35 ગામડાઓ માટે ફાળવેલ ગ્રાન્ટ ની ગામ દીઠ ફાળવણી ની સરેરાશ રકમ જોઈએ તો એક ગામ દીઠ 2 લાખ રૂપિયા અને વસ્તી ના સંદર્ભમાં જોઈએ તો 35 ગામડાઓ ની કુલ મળી વસ્તી અંદાજે 1.20 લાખ જેટલી છે જેની સરેરાશ વ્યક્તિ દીઠ ફાળવણી મુજબ 70 રૂપિયા જેટલી રકમ થાય.બોલો એક વર્ષમાં સરેરાશ એક વ્યક્તિ દીઠ 70 રૂપિયા અને ગામ દીઠ 2 લાખ રૂપિયા ભાગમાં આવે.હવે આમાં કોનો વિકાસ થાય અને કેવી રીતે વિકાસ થાય એ વિચારવું રહ્યું !