ધારાસભ્ય બન્યા પોસ્ટર નેતા ? રોડ પર થીગડાં મરાવવાની સસ્તી પ્રસિદ્ધિ નું પોસ્ટર બન્યું હાંસીપાત્ર !

ધારાસભ્ય બન્યા પોસ્ટર નેતા ? રોડ પર થીગડાં મરાવવાની સસ્તી પ્રસિદ્ધિ નું પોસ્ટર બન્યું હાંસીપાત્ર !

રોડ પર થીગડું મરાવવા ની આ તે કેવી પ્રસિદ્ધિ ?

વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ રસ્તા ના કામો અધૂરા

પૂર્વ ધારાસભ્ય સ્વ.ડો.આશાબેન ના કાર્યકાળમાં શહેરનો વિકાસ લોકો ને ઉડીને આખે વળગે એવો હતો.

વિસ્તારનો વર્ષો જૂનો સરકારી સાયન્સ કોલેજ નો પ્રશ્ન તેમણે હલ કર્યો છતાં કોઈ સસ્તી પ્રસિદ્ધિ નહિ

મીડિયા માં અહેવાલ પ્રગટ થયા પછી ખબર પડે એ શું ધારાસભ્ય ની સક્રિયતા કહેવાય ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : મોર્નિંગ ન્યુઝ ફોકસ ની લોકપ્રિય વેબસાઈટ morning news focus.com પર ગઈકાલે ઊંઝા - વિસનગર વચ્ચે ઐઠોર પાસે આવેલ એક બિસ્માર રોડને લઈને અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો. જોકે અહેવાલ પ્રગટ થતાની સાથે જ ધારાસભ્યની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. જેથી પોતાની રાજકીય પ્રતિષ્ઠાને ટકાવી રાખવા માટે ના છેવટે ધારાસભ્ય એક્શન મોડ માં આવ્યા હતા અને આ રોડ પર થીગડા મરાવાની કામગીરી હાથ ધરાઈ હતી.

પણ આ ઘટનાક્રમની રસપ્રદ બાબતે છે કે રોડ પર માત્ર થીગડું મરાવવાની આ કામગીરી નો શ્રેય લેતું ધારાસભ્ય ના ફોટા વાળું પોસ્ટર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. ત્યારે લોકોમાં એ ચર્ચા જાગી છે કે એક સામાન્ય થીગડું મરાવીને પોતાની કામગીરી નો શ્રેય લેતા આ તે ધારાસભ્ય કે પછી પોસ્ટર નેતા ? આ પોસ્ટર ધારાસભ્ય ના કહેવાથી ફરતું કરવામાં આવ્યું છે કે પછી કોઈપણ પ્રકારે સતત ધારાસભ્યને વિવાદોમાં રાખનાર તેમના હિતેચ્છુઓ દ્વારા તેમની જાણ બહાર આ પોસ્ટર ફરતું કરવામાં આવ્યું છે એ પણ એક ચર્ચાનો વિષય છે.

જોકે ઊંઝા વિસ્તારમાં હજુ પણ એવા અનેક રોડ રસ્તા ના કામો છે.જ્યાં રજૂઆતો કરવા છતાં પણ પરિણામ મળ્યું નથી.પરંતુ ગઈકાલે પ્રગટ થયેલ અહેવાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ બનતા માત્ર એક થીગડું મરાવીને સંતોષ માનનાર ધારાસભ્યએ પોતાના વિસ્તારની વાસ્તવિકતા ને એકવાર ચકાસવી જોઈએ.

અત્રે નોંધનીય છે કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલ ના નેતૃત્વમાં અનેક જગ્યાએ નવા રોડ રસ્તા થી લઈને ઊંઝામાં સાયન્સ કોલેજ સુધીના અનેક મહત્વના કામો થયા છે.એટલું જ નહીં પરંતુ ઊંઝા નગરને 'લીટલ બ્રિજ ' સિટીની તેમણે ઓળખ અપાવી છે, છતાં પણ ક્યારે આવી સસ્તી લોકપ્રસિદ્ધિ લેવાનો મનસુબો તેમણે રાખ્યો નથી. ત્યારે અનેક વાર વિવાદોમાં રહેલ ઊંઝાના વર્તમાન ધારાસભ્ય એક સામાન્ય રોડ પર થીગળું મરાવીને સંતોષ માની લે અને સોશિયલ મીડિયામાં પોસ્ટર ફરતું કરે એ ખરેખર તેમની પ્રતિષ્ઠા ને પ્રશ્નાર્થ તરફ દોરી જાય છે.