ઊંઝા/વડનગર : સંગઠનના હોદ્દેદારોની કાર્ય પધ્ધતિ સામે કાર્યકરોમાં છૂપી નારાજગી ?

ઊંઝા/વડનગર : સંગઠનના હોદ્દેદારોની કાર્ય પધ્ધતિ સામે કાર્યકરોમાં છૂપી નારાજગી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા વિધાનસભા માં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર પણ સમાવિષ્ટ થાય છે. ઊંઝા અને વડનગરને ભાજપનો ગઢ માનવામાં આવે છે.પરંતુ હાલમાં ઊંઝા શહેર અને વડનગર શહેર ભાજપ સંગઠનમાં બધું જ સમસૂતરૂ હોય એમ લાગતું નથી. ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં છુપી નારાજગી હોવાનું ચર્ચા રહ્યું છે.

ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપમાં કાર્યકરોનો અને નગર સેવકોની નારાજગી સપાટી પર આવી હતી.જેને લઇને ભાજપ એ સત્તા જાળવી રાખવા માટે લોઢાના ચણા ચાવવાનો વારો આવ્યો હતો.

વડનગરમાં થોડાક સમય અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખની વરણીને લઈને છુપો રોષ જોવા મળ્યો હતો.પરંતુ શિસ્ત બંધ ગણાતી ભાજપ પાર્ટીમાં આ રોષ કાર્યકરો ખુલીને પ્રગટ કરતા નથી. પરંતુ કોઈ કાર્યક્રમમાં કે કોઈ પાર્ટીના નાના-મોટા પ્રોગ્રામો હોય ત્યારે કાર્યકરોમાં નારાજગીનો ચણભણાટ થતો હોય છે.

ઊંઝા અને વડનગર શહેર ભાજપ સંગઠનમાં એવી છૂપી ચર્ચાઓ ચાલી રહી છે કે તમામ કાર્યકરોને ઘણીવાર કેટલાક કાર્યક્રમો અંગે પૂરી જાણ હોતી નથી. એની પાછળનું એક કારણ એવું પણ ચર્ચા રહ્યું છે કે સંગઠનના ગણાતા હોદ્દેદાર તેમના માનીતાઓને જ કાર્યક્રમમાં આગળ કરતા હોય છે. જેને લઇને ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં જ છુપો કચવાટ જોવા મળતો હોય છે. જે હોય તે પરંતુ સંગઠનના ગણાતા મહત્વના કેટલાક હોદ્દેદાર પોતાની મનમાની ચલાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં કદાચ આ જ છૂપો રોષ સપાટી પર ન આવે તે માટે પાણી પહેલા જ પાળ બાંધવાની જરૂર છે.