ઇ-શ્રમ કાર્ડ બનાવતા પહેલા આ સમાચાર વાંચી લો : નહિ તો ગુમાવશો 2 લાખ રૂપિયા

ઇ-શ્રમ કાર્ડ બનાવતા પહેલા આ સમાચાર વાંચી લો : નહિ તો ગુમાવશો 2 લાખ રૂપિયા

પીઆઈબી(PIB)એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ પોસ્ટ કરી 

"છેતરપિંડી કરનારાઓએ ઈ-શ્રમ પોર્ટલ જેવી જ એક વેબસાઈટ બનાવી છે." જેના દ્વારા આ લોકો નિર્દોષ મજૂરો સાથે છેતરપિંડી કરી રહ્યા છે

રજીસ્ટ્રેશનના નામે 200 થી 400 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. 

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઈ-શ્રમ કાર્ડ લોન્ચ થયાને માત્ર બે વર્ષ જ થયા છે, પરંતુ સ્કીમના નામે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં નકલી પોર્ટલ પર ઘણા બધા લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. એટલું જ નહીં, આ છેતરપિંડી કરનારાઓ ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે નિર્દોષ લોકો પાસેથી તગડી ફી પણ વસૂલે છે.

તેમના દ્વારા બનાવવામાં આવેલ ઈ-શ્રમ કાર્ડ દેખાવમાં વાસ્તવિક લાગે છે. જો તમે આ રીતે ગમે ત્યાંથી ઈ-શ્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો તમે સ્કીમ હેઠળ મળેલા 2 લાખ રૂપિયા ગુમાવશો. તેથી જ અધિકૃત જન સુવિધા કેન્દ્રમાંથી જ ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવો. નહિંતર, તમે યોજના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી વંચિત રહી જશો.