ગુજરાતમાં સિંગતેલનો ભાવ ભડકે બળ્યો : ભાજપના શાસનમાં કેટલો ઝડપી થયો ભાવ વધારો ? જાણો

ગુજરાતમાં સિંગતેલનો ભાવ ભડકે બળ્યો : ભાજપના શાસનમાં કેટલો ઝડપી થયો ભાવ વધારો ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : હાલમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ ના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે હવે ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવ વધારો ઝીંકાયો છે.સિંગતેલનો ભાવ હાલમાં 60 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.હાલમાં સીંગ તેલના ડબ્બાનો ભાવ 2745 છે.

જ્યારે ગુજરાતની સ્થાપના થઇ અને ડૉ જીવરાજ મહેતા ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે સિંગતેલના ભાવ 53 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ ક્રમશઃ મોંઘવારી પ્રમાણે સિંગતેલના ભાવમાં સતત વધારો થયો જ્યારે કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સીંગતેલ નો ભાવ 675 રૂપિયાની ઈતિહાસીક સપાટીએ નોંધાયો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતાની સાથે જ સિંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને સીંગતેલ નો ભાવ 1920 ₹ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.ત્યારબાદ આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે સીંગતેલ નો ભાવ 2010 ₹ ની ઐતિહાસિક સપાટીએ નોંધાયો હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં હાલમાં સિંગતેલનો ભાવ રૂપિયા 2745 ₹ ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે.