સુરત મ્યુનિસિપલ કમીશ્નરે શાળાઓ અને ટ્યુશન કલાસીસના સંચાલકોને આપી ખુલ્લી ચેતવણી....તો શાળા કે કલાસ બંધ કરી દેવાશે

સુરત  મ્યુનિસિપલ કમીશ્નરે શાળાઓ અને ટ્યુશન કલાસીસના સંચાલકોને આપી ખુલ્લી ચેતવણી....તો શાળા કે કલાસ બંધ કરી દેવાશે

શહેરમાં વધુ 12 વિદ્યાર્થીઓનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાંચથી વધુ કેસ નોંધાવા પર SMCએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવાની ચેતવણી આપી છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરતઃ સ્કૂલના વિદ્યાર્થીઓમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુરુવારે સુરત મહાનગરપાલિકાએ ચેતવણી આપી હતી કે, પાંચથી વધુ પોઝિટિવ દર્દીઓ મળી આવવા પર સ્કૂલ, કોલેજો અને ટ્યુશન ક્લાસ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાશે. જો એક પોઝિટિવ કેસ મળશે તો પણ જે-તે ક્લાસરૂમ બંધ કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, 25 સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્ટાફના અન્ય સભ્યો સહિત કુલ 1,663 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 12 વિદ્યાર્થીઓ પોઝિટિવ નીકળ્યા હતા. તેમાંથી બે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ ઝોનના, 4 વિદ્યાર્થીઓ અઠવાના અને 6 વિદ્યાર્થીઓ લિંબાયત ઝોનના હતા', તેમ SMCના અધિકારીએ જણાવ્યું હતું.