વડાપ્રધાન મોદીના સ્વાગત માટે સુરતે કરી વિશેષ તૈયારીઓ

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે સુરતે કરી વિશેષ તૈયારીઓ

વડાપ્રધાનનો મીની રોડ-શો પણ કરી શકે છે

સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિલોમીટરના રૂટ

વડાપ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર થઈ

Mnf network: રવિવારના દિવસે સુરતને ડાયમંડ બુર્સની સાથે સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આપવામાં આવશે. આ વચ્ચે સુરત વડાપ્રધાન મોદીના સ્વાગ્ત માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેમાં સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મીની રોડ શો થઈ શકે તેની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

વડાપ્રધાનના આગમાન માટે સુરતના 8 કિલોમીટરના રૂટને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટથી ડાયમંડ બુર્સના રૂટના બંને તરફ બામ્બુથી બેરીકેટ કરી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પર 10થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવાની પણ તૈયારી થઇ રહી છે. જેમાં વડાપ્રધાન દ્વારા રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચી શકે છે. સુરત એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફના રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ છે. તેમજ ઠેર-ઠેર વડાપ્રધાનને આવકારતા વિશાળ હોલ્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

રવિવારે 17 ડિસેમ્બરના સવારે 10:20 એ વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર આવી પોંહચશે. ત્યાર બાદ 10:30 એ નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. જે પછી એરપોર્ટ બિલ્ડીંગ થી નીકળીને 11 વાગ્યે ડાયમન્ડ બુર્સ પહોંચી શકે છે. જેમાં પહેલા નવા બનેલા ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ એક કલાક સુધી ડાયમંડ બુર્સના સંચાલકો સાથે સભા સંબોધશે. જ્યાં 4200 ઓફિસના માલિક અને પરિવાર પણ હાજર રહેશે.

આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષામાં 3 હજાર પોલીસ કર્મચારીઓ,1800 હોમગાર્ડ,550 ટીઆરબી જવાનો તૈનાત રહેશે. જેમાં સુરત આગમનને લઈ શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા "નો ડ્રોન ફ્લાય"ઝોન જાહેર કરાયો છે. તેમજ એરપોર્ટ જતાં પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે.

આ માટે શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન GIDC ગેટ નંબર એક સુધી આવતા -જતા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ.કે.ચાર ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.