સુરત : પાલિકાના શાસકોની લોકોના ટેક્સના નાણાં માંથી મોદી ભક્તિ : સવા લાખનો ધુમાડો કરાશે, AAP એ આપી ચીમકી

સુરત : પાલિકાના શાસકોની લોકોના ટેક્સના નાણાં માંથી મોદી ભક્તિ : સવા લાખનો ધુમાડો કરાશે, AAP એ આપી ચીમકી

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ભાજપના નેતાઓ પોતાની અને પોતાના પક્ષ તેમજ પક્ષના નેતાઓની પ્રસિદ્ધિ માટે કેટલા આવેલા છે તેની પ્રતીતિ કરાવતો કરાવતા સમાચાર સુરત માંથી પ્રાપ્ત થયા છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી મહાનગરપાલિકાની ૧૨ જેટલી સમિતિઓ ના ચેરમેનોની ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ફોટો ફ્રેમ લગાવવા માટે સવા લાખ રૂપિયા નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે હવે એ પ્રજાના ટેક્સના નાણામાંથી ભાજપના શાસકો પક્ષના નેતાઓના ફોટો મુકવા ના તાયફાઓ રચવા જઈ રહ્યા છે.

મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા સુરત પાલિકાનો સવા લાખનો ધુમાડો, 24x48 ઇંચના એક ફોટા પાછળ 10 હજાર ખર્ચાશે!

12 કમિટીના ચેરમેનની ઓફિસોમાં LED લાઇટવાળા ફોટા લગાવવા પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું

અધિકારીઓના ખર્ચની સત્તા છિનવી પણ પોતાના ખર્ચ પર અંકુશ નહીં

પ્રજાના ટેક્સના નાણાંનો રાજકીય પ્રસિદ્ધિ માટેનો ખોટો ખર્ચ ચલાવી નહિ લેવાય :  AAP

જોકે સુરત મહાનગર પાલિકામાં વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટીના મજબૂત અને શિક્ષિત ૨૭ જેટલા નગરસેવકો છે આ નગર સેવકો દ્વારા નગરજનોના ટેક્સમાંથી આવેલા નાણા નો એક પણ રૂપિયો ખોટી જગ્યાએ ખર્ચ ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકાના શાસકો ના ફોટો મુકવા ના નિર્ણયને લઈને વિપક્ષ નેતા તેમજ આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જો આવી રીતે ભાજપના નેતાઓના ફોટાઓ પાછળ પાલિકા ખર્ચ કરશે અને પાલિકાના પૈસા રાજકીય રીતે વેડફવાનો તાયફો કરવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે.

આ 12 સમિતિઓના ચેરમેનની ઓફિસમાં ફોટો ફ્રેમ લાગશે

1. સ્થાયી સમિતિ
2. જાહેર બાંધકામ સમિતિ
3. પાણી સમિતિ
4. આરોગ્ય સમિતિ
5. સાંસ્કૃતિક સમિતિ
6. ગટર સમિતિ
7. કાયદા સમિતિ
8. હોસ્પિટલ સમિતિ
9. ગાડર્ન અને હાઉસિંગ સમિતિ
10. લાઈટ એન્ડ ફાયર સમિતિ
11. સલ્મ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ
12. ટાઉન પ્લાનિંગ સમિતિ