સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલે સુમન હાઈસ્કૂલ નં 19 ની ઓચિંતી મુલાકાત લીધી

સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલે સુમન હાઈસ્કૂલ નં 19 ની ઓચિંતી મુલાકાત લીધી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા તાજેતરમાં સુમન હાઇસ્કુલ નંબર 19 ની મુલાકાત લેવામાં આવી હતી.

કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા શાળાની મુલાકાત લઇ તેની ભૌતિક સુવિધાઓ વિશે માહિતી મેળવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ તેમણે વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને શિક્ષણલક્ષી માહિતી મેળવી હતી.

અત્રે નોંધનીય છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી સુમન હાઈસ્કૂલ માં ધીમે ધીમે વિદ્યાર્થીઓનો ક્રેઝ વધતો જાય છે. આજે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુમન હાઈસ્કૂલમાં એડમિશન મેળવવા તરફ વળ્યા છે .એટલું જ નહીં પરંતુ સુમન હાઇસ્કુલોનું પરિણામ પણ દર વર્ષે નોંધપાત્ર રહ્યું છે કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા શાળાની ભૌતિક અને શૈક્ષણિક માહિતી પ્રાપ્ત કરીને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.