સુરતીઓએ 6.50 કરોડ ગુજરાતીઓમાં જગાવી નવી આશા, કોરોનાને લઈ આ મોટા સમાચાર જાણી થશે રાહત

સુરતીઓએ 6.50 કરોડ ગુજરાતીઓમાં જગાવી નવી આશા, કોરોનાને લઈ આ મોટા સમાચાર જાણી થશે રાહત

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત :  કોરોનાની ત્રીજી લહેરમાં સુરતમાં કોરોનાના કેસ માં ભારે ઉછાળો આવ્યો હતો તેમજ મૃત્યુઆંક પણ શરૂઆતમાં વધારે હતો. જેના પાછળનું એક કારણ એવું હતું કે ઓક્સિજન યુક્ત બેડ ઉપલબ્ધ ન હતાં. તો વળી જીવન રક્ષક ગણાતું રેમડેસીવર ઇન્જેક્શન નો પણ અભાવ હતો. જેને લઇને દર્દીઓના સાજા થવાનો રેટ પણ ઓછો થતાં સરકારની ચિંતામાં વધારો થયો હતો.

જોકે ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ઇન્જેક્શન પણ ઝડપથી ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ ઓક્સિજનયુક્ત બેડની વ્યવસ્થા માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહિ પરંતુ નગરપાલિકાના સહયોગથી સુરતના વિવિધ વોર્ડમાં શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નગરસેવકો, વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજ સેવકો અને નેતાઓએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવીને ઓક્સિજન યુક્ત કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા હતા.

જોકે મહાનગરપાલિકા અને રાજકીય નેતાઓ તેમજ સામાજિક કાર્યકરોની કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની મહેનત રંગ લાવી છે. કારણ કે તાજેતરમાં આવેલી માહિતી મુજબ હવે સુરતમાં કોરોનાના દર્દીઓ નો રિકવરી રેટ વધવા લાગ્યો છે. સુરતમાં ઓક્સિજન અને ઇન્જેક્શનના ઉપલબ્ધ થવાથી સરેરાશ 600 દાખલ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. દાખલ 1200થી વધુ દર્દીઓએ 550 ટન ઓક્સિજન પુરવઠાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 15,177 રેડમેસિવિર ઇન્જેક્શનનો વપરાશ થયો હતો. સિવિલ તંત્ર ઉપરાંત  કોરોના વોરિયર્સ,  રાજકીય નેતાઓ સામાજિક કાર્યકરો ની છેલ્લા પાંચ દિવસની મહેનત રંગ લાવી છે અને લોકોમાં ફરી એકવાર કોરોનાની આ ત્રીજી લહેરને પણ હરાવવાની આશા બંધાઈ છે.