સુરત : ભાજપનાં આ મહિલા નગર સેવકે કર્યું એવું કામ કે કમિશ્નર, મેયર અને ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયું, જાણીને તમે પણ કરશો ટીકા

સુરત : ભાજપનાં આ મહિલા નગર સેવકે કર્યું એવું કામ કે કમિશ્નર, મેયર અને ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયું, જાણીને તમે પણ કરશો ટીકા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) :  : ભાજપના નેતાઓ સત્તા માં ક્યાંક ને ક્યાંક ભાન ભૂલી ગયા હોય એવું લાગે છે. કારણ કે સત્તા મળ્યા પછી અધિકારી અને જનપ્રતિનિધિઓ વચ્ચે શું તફાવત છે એ પણ તેઓ ભૂલી જતા હોય છે.ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકો અને અધિકારીઓ પર જે ખોટો રોફ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેને લઈને ભાજપની આબરૂના કાંકરા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સુરત ભાજપના એક કોર્પોરેટર દ્વારા એવી હરકત કરવામાં આવી હતી કે જેને લઇને સમગ્ર સુરતમાં તેઓ હાસ્યાસ્પદ અને ટીકા નું પાત્ર બન્યાં છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાજપના રાંદેર ઝોનના બીજી વાર ચૂંટાયેલા નગરસેવક વૈશાલી શાહ વિવાદનું કેન્દ્ર બન્યા છે. વૈશાલી શાહે અડાજણના લોકોની સમસ્યાઓ સાંભળવા માટે તેમને બોલાવ્યા હતા. ત્યારે લોકો સામે પોતાની સત્તાનો પાવર કેટલો છે તેનો રોફ જમાવવા માટે તેઓ સુરત રાંદેર ઝોનના ઝોનલ ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી સી.વાય.ભટ્ટની ખુરશીમાં બેસી ગયા હતા અને લોકો સામે પોતાની સત્તાનો રોફ જમાવતા જમાવતા લોકોના પ્રશ્નો સાંભળવા લાગ્યાં હતાં.

આપને જણાવી દઇએ કે આ નગરસેવક વૈશાલી શાહ એ પાણી સમિતિના વાઇસ ચેરમેન છે અને એક મામૂલી પાણી સમિતિના વાઇસ ચેરમેન હોવાનું એટલો બધો સત્તાનો નશો ચડી ગયો હતો કે તેઓ તેમના કોર્પોરેટરની રૂમોમાં બેસવાના બદલે ઝોનલ ચીફ ની રૂમમાં બેસી અને પોતાનો વટ જમાવતા જમાવતા એક પછી એક અરજદારોને સાંભળવા લાગ્યાં ત્યારે તેમના સ્વભાવથી માહિતગાર કોઈપણ અધિકારીએ કે કાર્યકરે તેમને પૂછવાની કે ટોકવાની હિંમત કરી ન હતી. નગર સેવક પોતે જ જાણે અધિકારી થી ઉપરી હોય તેઓ રોફ જમાવવા લાગ્યાં હતાં.