સુરત : મનપા કમિશ્નર સામે ભાજપના શાસકોની પીપુડી નહિ વાગતી હોવાનો નગર સેવકનો બળાપો, સત્ય શુ છે ?

કમિશ્નર શાલિની અગ્રવાલ નિયુક્ત થયાં ત્યારથી શહેરના વિકાસ માટે ઝડપી નિર્ણયો લેવા માટે જાણીતા છે.

સુરત : મનપા કમિશ્નર સામે ભાજપના શાસકોની પીપુડી નહિ વાગતી હોવાનો નગર સેવકનો બળાપો, સત્ય શુ છે ?

કમિશ્નર સામે ભાજપના નગર સેવકોનો રોફ ફિક્કો પડી જાય છે.

ભાજપ નગર સેવકે મૂકેલ 85,000 ના બિલ સામે કમીશ્નર શાલિની અગ્રવાલે માત્ર 15,000 મંજૂર કર્યા.

શુ ભાજપના શાસકોની દાળ ગળતી નથી એટલે કમીશ્નર સામે ખોટા આરોપો કરે છે ?

સામાન્ય વ્યક્તિ પણ જો કમીશ્નર ને ફરિયાદ કરે તો તરત જ તેઓ એક્શન લેતા હોય છે તો ભાજપના શાસકોના આરોપમાં કેટલું તથ્ય ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  સુરત મનપાના બજેટ માટે થોડા દિવસ પહેલા ભાજપ કાર્યાલય ખાતે મળેલી સંકલન બેઠકમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલ પાલિકાના પદાધિકારીઓ કે નગરસેવકોને ગાંઠતા નથી તેવી ફરિયાદો ઉઠી હતી.

હકીકત એ છે કે કમિશ્નર શાલીની અગ્રવાલ જ્યારથી નિયુક્ત થયાં ત્યારથી તેઓ એ શહેરના વિકાસ મુદ્દે ખૂબ જ ઝડપી નિર્ણયો લીધા છે.પણ ભાજપના શાસકો જ્યારે પોતાનો રોટલો શેકવા માટે જો કમિશ્નર પાસે જાય તો સ્વાભાવિક છે કે એમની દાળ ન ગળે.ભાજપના શાસકોની મનમાની સામે કમીશ્નર અગ્રવાલ નમતું નહીં જોખતાં હોવાથી હવે ભાજપના શાસકો ' દ્રાક્ષ ખાટી ' હોવાની ગુલબાંગો પોકારવા લાગ્યા છે.

 સામાન્ય સભામાં  ભાજપના સેન્ટ્રલ ઝોનના નગરસેવક સંજય દલાલે મીડિયા સામે શાલીની અગ્રવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે , કમિશનર તો ઘણા વ્યસ્ત છે પણ મેયર અને ચેરમેનના આશીર્વાદથી કમિશનર સામાન્ય સભામાં તો દૂરથી જોવા મળે છે . આ કમિશનર નગરસેવકોને ઓળખતા પણ નથી . કમિશનર યાદ રાખે કે 120 નગર સેવકો છે , તેના ફોન ઉઠાવવા જોઇએ . સંજય દલાલે નગરસેવકોની તબીબી સારવારના બીલમાં કમિશનર મોટો કાપ મૂક્યા પછી જ મંજુર કરતા હોવાની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે , વોર્ડ 12 ના કોર્પોરેટર આરતીબેને ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું જેમાં તેઓને 85,000 નો ખર્ચ થયો તેના તમામ બીલ મુકયાં છતાં કમિશનરે માત્ર 15,000 ની મંજૂરી આપી છે જે યોગ્ય નથી .