તળાજા તાલુકા ભાજપ મંડળ ના વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ ફોટો અને વીડિયો પોસ્ટ કરાતાં ખળભળાટ, સ્ક્રીન શોટ થયા વાયરલ

તળાજા તાલુકા ભાજપ મંડળ ના વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ ફોટો અને વીડિયો પોસ્ટ કરાતાં ખળભળાટ, સ્ક્રીન શોટ થયા વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ઘણી વાર કેટલાક નેતાઓ કે કાર્યકરો દ્વારા કરાતી અશ્લીલ પોસ્ટ જ દર્શાવે છે કે મહિલા શસક્તિકરણની વાતો કરનાર ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક હલકી મનોવૃત્તિ રહેલી છે. સંસ્કારી પાર્ટીની ઇમેજ ધરાવતા ભાજપના કેટલાક નેતાઓની હલકી માનસિકતાને કારણે સમગ્ર પક્ષની ઇમેજ ને ધબ્બો લાગતો હોય છે.તાજેતરમાં જ આવો એક કિસ્સો ભાવનગર જીલ્લાના તળાજા તાલુકા ભાજપ મંડળ માં બન્યો હતો.

તળાજા તાલુકા ભાજપ મંડળ નામના ગ્રુપમાં ગ્રુપના સભ્ય દ્વારા એક જ પ્રકારના અશ્લીલ તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવતા હડકંપ મચ્યો હતો. જોકે, આ ગ્રુપ સંગઠનના નામથી બનેલું ગ્રુપ છે અને તેમાં 190 સભ્યો છે. આ ગ્રુપમાં આ પ્રકારનું સાહિત્ય આવતા લોકો શરમમાં મૂકાઈ ગયા હતા અને ટપોટપ ગ્રુપ છોડવા લાગ્યા હતા. જોકે, બનાવ બાદ આ ગ્રુપના સ્ક્રિનશૉટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

 તળાજા તાલુકા ભાજપ મંડળ નામના ગ્રુપમાં રહેલા એક વ્યક્તિએ એક જ પ્રકારના પાંચ અશ્ર્લીલ ફોટા મૂક્યા હતા. આ ગ્રુપ 190 વ્યક્તિનું બનેલું છે. ગ્રુપમાં તળાજા શહેર, તાલુકા અને જિલ્લાના ભાજપના વર્તમાન, પૂર્વ હોદ્દેદારો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ છે અને મહિલાઓ પણ છે.મીડિયા અહેવાલ મુજબ,  આ ગ્રુપના એડમીન અશ્વિન જાનીએ જણાવ્યું હતું કે પોતે તાલુકા મંડળના મીડિયા ઇન્ચાર્જ છે. મહેશભાઈ નામના દેવલી ગામના વ્યક્તિ છે જેમણે આ ફોટા મૂક્યા છે. જોકે તેનો ભાજપમાં હોદ્દો શુ છે તે ખબર નથી તેમ જણાવ્યું હતું.