સુરતના ઝવેરીઓએ બે મહિના મહેનત કરીને ચાંદીનું રામ મંદિર બનાવ્યું

સુરતના ઝવેરીઓએ બે મહિના મહેનત કરીને ચાંદીનું રામ મંદિર બનાવ્યું

Mnf network: આગામી 22મી જાન્યુઆરીએ સમગ્ર દેશ રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠાના એક અભુતપૂર્વ ધાર્મિક ઉત્સવનો સાક્ષી થવા જઈ રહ્યો છે ત્યારે, આ અદ્વિતિય પર્વના ગૌરવને વધારવામાં સુરત શહેર પણ પ્રદાન કરી રહ્યું છે.

સુરતના જ્વેલર્સ દ્વારા પાંચ કિલો ચાંદીમાં અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

જ્વેલર્સ અમિષમલ અને હૃદયમલ ચાંદીની મંદિર-પ્રતિકૃતિ બાબતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે, એ દિવસ ભારતીયો માટે ગૌરવપૂર્ણ છે. તેમણે વિચાર્યું કે તેમનો ચાંદીનો શો-રૂમ છે તો આખેઆખું ચાંદીનું મંદિર જ બનાવવું. આવો શુભ સંકલ્પ કર્યા બાદ તેમણે તે કામમાં દક્ષિણ ભારતના કુશળ કારીગરોને કામે લગાડયા હતા.

 જો કે, તેમણે પણ આ ચાંદીની નાની પ્રતિકૃતિ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. તેમણે રામ મંદિરની પ્રતિકૃતિની નાની-નાની ડિટેઈલ્સ પર ધ્યાન આપવું પડયું હતું. દાખલા તરીકે રામ લલ્લાની મૂર્તિ, ગર્ભગૃહ, સ્તંભો, ગૂંબજ, સીડીઓ વગેરેની રચના આબેહૂબ લાગે એ માટે તેમણે તેની થ્રી-ડી ડિઝાઈન લીધી હતી. તેમણે પોતે કારીગરો સાથે સમય કાઢીને આજદીન સુધીની સૌથી મોટી પાંચ કિલોની ચાંદીની રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવા પર ધ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મંદિરનું ઝીણું ઝીણું નકશીકામ કરવામાં તેમણે ચીવટથી કામ કર્યું છે અને તેથી આ સુંદર ચાંદીનું મંદિર તૈયાર કરી શકાયું છે.