વડનગર ખાતે યોજાનાર પતંગોત્સવ ની બેઠકનો નવો વિવાદ : ભાજપ શહેર પ્રમુખ પ્રોટોકોલ ભૂલ્યા ?

વડનગર ખાતે યોજાનાર પતંગોત્સવ ની બેઠકનો નવો વિવાદ : ભાજપ શહેર પ્રમુખ પ્રોટોકોલ ભૂલ્યા ?

વડનગર ખાતે પતંગ ઉત્સવની તૈયારીના ભાગરૂપે યોજાયેલી બેઠક વિવાદમાં સપડાઈ

 સ્પોર્ટ્સ સંકુલ વડનગર ખાતે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક

બેઠકમાં અધિક કલેકટર ની બાજુમાં વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદીએ સ્થાન લઈ લેતા વિવાદ સર્જાયો

પ્રોટોકોલ મુજબ આ બેઠક મામલતદાર માટે આરક્ષિત હતી

શહેર ભાજપ પ્રમુખ નિવાસી કલેકટર પાસે બેસી જતા મામલતદાર ને સામે બેસવું પડ્યું

મામલતદાર એ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી

શિસ્તના ભાગરૂપે મામલતદાર ખુલીને બોલવા તૈયાર નહીં

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : વડનગર ખાતે આગામી ૧૧મી જાન્યુઆરીના રોજ યોજાનાર પતંગ ઉત્સવને લઈને એક મીટીંગ મળી હતી. જેમાં અધિક કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા. આ મિટિંગમાં શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી પણ ઉપસ્થિત હતા. ત્યારે અધિક કલેકટર ની બાજુમાં મામલતદારને બેસવા માટેની ખુરશી મુકવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખે સ્થાન લેતા મામલતદાર એ કલેકટર ની સામેની ખુરશી પર બેસવાનો વારો આવ્યો હતો. જોકે શહેર ભાજપ પ્રમુખ પ્રોટોકોલ ભૂલ્યા હોવાની ગુસપુસ થવા લાગી હતી.