રસીકરણના નામે મોટા બેનરો લગાવી જશ ખાટતી રૂપાણી સરકાર સામે કોંગ્રેસના આ નેતાએ કહ્યું,...." શુ આ રીતે કોરોનાને હરાવીશું ? "

રસીકરણના નામે મોટા બેનરો લગાવી જશ ખાટતી રૂપાણી સરકાર સામે કોંગ્રેસના આ નેતાએ કહ્યું,...." શુ આ રીતે કોરોનાને હરાવીશું ? "

રસીકરણ નો જશ લેવા માટે તો ભાજપ નાં ધારાસભ્યો અને કોર્પોરેટરો એ બેનરો તો લગાવી દીધા 

પરંતુ સરકાર ની અણઆવડત ના લીધે ઓક્સિજન , વેન્ટીલેટર અને દવાઓ ની જેમ આજે વેક્સિન ની પણ અછત ઉભી થઈ છે 

જેના લીધે લોકો ને રજિસ્ટ્રેશન કરાવવા માટે પણ રાહ જોવી પડી રહી છે

બેનર માં લખવામાં આવ્યું આપણા વડીલો નું રસીકરણ કરાવીએ પરંતુ આજે વડીલો નું રસીકરણ જ બંદ કરી દેવામાં આવ્યું છે 

આમ કંઈ રીતે આપણે કોરોના ને હરાવીશુ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમદાવાદ :  ગુજરાતમાં કોરોનાને પરિણામે સરકારની સુવ્યવસ્થાની પોલ ખૂલી ગઈ છે. પારદર્શક વહીવટ ની પોલ ખૂલી ગઈ છે. કારણકે સરકાર આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. રાજ્યમાં ક્યાંક બેડ નથી મળતા, તો ક્યાંક વેન્ટિલેટર માટે લોકો ફાંફા મારે છે. ઓક્સિજન નો અભાવ છે, એટલું જ નહીં સંજીવની ગણાતા ઇન્જેક્શન ની અછત અને કાળા બજારી થઈ રહી છે અને આ બધું ઓછું હોય તેમ સ્મશાનોમાં પણ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે લાંબી લાંબી લાઈનો લાગતી હોવાના સમાચારો એ સરકાર નહીં નિષ્ફળતાને છતી કરી છે.

જોકે સરકાર દ્વારા રસીકરણ કરવા માટે મોટા ઉપાડે જાહેરાતો કરવામાં તો આવી પરંતુ ક્યાંક ને ક્યાંક રસીકરણ ને લઈને પણ સરકારના આયોજનમાં ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. જોકે એક દિવસ રસીકરણ ચાલે છે બીજા દિવસ વેક્સિનેશન ના ભાવે રસીકરણ અટકાવવામાં આવે છે. આમ આ પ્રકારની સર્જાઈ રહેલી અવ્યવસ્થા એ સરકારની અણઆવડત ને છતી કરે છે. આ અંગે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈએ સરકાર પર આક્ષેપ મૂક્યો છે કે રસીકરણ કરાવવા માટેના મસ્ત મોટા બેનરો મૂકીને જશ ખાટવા જતી સરકાર ના આયોજનના અભાવે લોકો યોગ્ય સમયે રસી મુકાવી શકતા નથી તેમજ રજિસ્ટ્રેશન માટે પણ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર જાણે માત્ર નામ પૂરતી જ રસી અભિયાન ચલાવી રહી હોય તેવું લાગે છે.