ચૂંટણી ચર્ચા : ઊંઝા તાલુકા પંચાયતની આ સીટ પર ભાજપની ડિપોઝીટ પણ ડૂલ થાય તેવી સ્થિતિ ? મતદારોમાં ભારે નારાજગી ?

ચૂંટણી ચર્ચા : ઊંઝા તાલુકા પંચાયતની આ સીટ પર ભાજપની ડિપોઝીટ પણ ડૂલ થાય તેવી સ્થિતિ ? મતદારોમાં ભારે નારાજગી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ઊંઝા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રચાર યુદ્ધ જોર શોર થી ચાલી રહ્યું છે.ઊંઝા તાલુકા પંચાયતની કામલી,કહોડા,કરલી અને ઉનાવા સીટ ભાજપના હાથ માંથી સરકી રહી હોવાનું જણાય છે.કહોડા અને ઉનાવા સીટ પર કોંગ્રેસનો દબદબો છે તો કામલી અને કરલી સીટ પર અપક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે.

કામલી-જગન્નાથપુરા સીટ પર ભાજપે કાર્યકરોની વાત સાંભળવાને બદલે પોતાની મનમાની ચલાવી લોકોને અને ભાજપના કાર્યકરોને અણગમતા ઉમેદવાર ઉતરતા ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે.આ નારાજગી એટલી હદ સુધી છે કે ભાજપ અહીં એક પણ સભા પણ કરી શકવાના વેંત માં રહ્યું નથી.

બીજી બાજુ 6 મહાનગર પાલિકાઓમાં કોંગ્રેસની ભૂંડી હાર ના પરિણામોની અસર હવે તાલુકા-જિલ્લા પંચાયતોની સીટ ના મતદારો પર પડી રહી છે,જેને લઈ કોંગ્રેસ પ્રત્યે પણ મતદારોમાં ભારે કચવાટ છે,જેથી મતદારો અપક્ષને જ પસંદ કરી રહ્યા છે.કામલી સીટ પર અપક્ષના ઉમેદવાર યુવાન અને કર્મશીલ તેમજ કામલી ગામના ભાણેજ હોઈ મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે.

બીજી બાજુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પ્રત્યે કામલી ગામના મતદારોમાં જ કચવાટ છે કારણ કે બંને પક્ષના ઉમેદવારોની છાપ ક્યાંકને ક્યાંક ખરડાયેલી છે જેથી મતદારો હવે અપક્ષને જ પ્રાધાન્ય આપી રહ્યા છે,એમાંય યુવા મતદારોમાં પણ અપક્ષ ઉમેદવાર લોકપ્રિય બન્યા છે.

જો કે ભાજપ ની આ સીટ પર ડિપોઝીટ પણ ડૂલ થાય તેવા હાલ હોઈ છેવટે ભાજપ હવે મતદારોને પ્રલોભનો આપી આકર્ષવાના કારસા રચી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.જો કે મતદારોને પ્રલોભનો આપનારા ઉમેદવારો જીત્યા પછી તેમની પાસે કામ લઈને જનારાઓને પીઠ બતાવતા હોય છે ત્યારે મતદારો કોઈ પણ પ્રલોભનમાં આવ્યા સિવાય યોગ્ય ઉમેદવારને મત આપી પસંદ કરે એ જ સાચી લોકશાહી છે.