ઊંઝા ન.પા. પ્રમુખના નેતૃત્વમાં લેવાયો મોટો નિર્ણય : જૂનો સફાઈ કોન્ટ્રાક કરાયો રદ, કારણ જાણી ચોંકી જશો

ઊંઝા ન.પા. પ્રમુખના નેતૃત્વમાં લેવાયો મોટો નિર્ણય : જૂનો સફાઈ કોન્ટ્રાક કરાયો રદ, કારણ જાણી ચોંકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકામાં દીક્ષિતભાઈ પટેલની પાલિકા પ્રમુખ તરીકે વરણી કરાઇ ત્યારથી તેમના દ્વારા શહેર અને નગરના વિકાસને લઈને અનેક નિર્ણયો ફટાફટ લેવામાં આવી રહ્યા છે.

જોકે અગાઉની બોડી દ્વારા લેવાયેલા જે નિર્ણયો પાલિકાને આર્થિક રીતે નુકશાન કરતા હતા એવા નિર્ણયો ઉપર પણ પુનઃ વિચાર કરીને તેમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં નગરપાલિકાની અગાઉની બોડીએ નક્કી કરેલ સફાઈ કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવ્યો છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઊંઝા નગરપાલિકામાં અગાઉની બોડી દ્વારા સફાઈ નો કોન્ટ્રાક્ટ નિયત કરેલ રસ્તાઓ ઉપર ચોરસ ફુટ પર આપવામાં આવ્યો હતો. જેને કારણે માત્ર અને માત્ર નિયત કરેલા રસ્તાઓની જ સફાઈ થતી હતી અને શહેરમાં કેટલાક માર્ગો ધૂળિયા બની રહ્યા હતા. ત્યારે આ નિર્ણય પર મનોમંથન કર્યા બાદ અગાઉના સફાઈ કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવ્યો છે અને હવે લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જેથી શહેરના તમામ માર્ગો ઉપર વ્યવસ્થિત સફાઈ થઈ શકે અને શહેર સ્વચ્છ અને સુગડ બને.

અત્રે નોંધનીય છે કે અગાઉની બોડી દ્વારા સફાઈ નો જે ચોરસ ફુટ પર કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો અને એનું જે આર્થિક ભારણ હતું તેની સરખામણીમાં લેબર કોન્ટ્રાક્ટ પર સફાઈ કરાવવાના નિર્ણયથી પાલિકાને આર્થિક રીતે જે બોજો પડતો હતો તેમાં રાહત મળી શકે છે.