ઊંઝા : પાલિકા પ્રમુખ દીક્ષિતભાઇ પટેલે એસ. ટી.વિભાગ મહેસાણાને લખ્યો પત્ર: કરી મહત્વની માંગ

ઊંઝા : પાલિકા પ્રમુખ દીક્ષિતભાઇ પટેલે એસ. ટી.વિભાગ મહેસાણાને લખ્યો પત્ર: કરી મહત્વની માંગ

ઊંઝા - પાટણ રોડ પર જી.ઇ.બી.સામે એસ.ટી.પીક અપ માટે સ્ટોપેજ આપવા ઉગ્ર માંગ

પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે એસ.ટી.વિભાગીય નિયામક કચેરી મહેસાણા ને લખ્યો પત્ર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સ્પાઈસ સિટી ઊંઝા નેશનલ હાઈવે ની પૂર્વ અને પશ્ચિમ દિશામાં દિન પ્રતિદિન હરણફાળ ગતિએ વિકસી રહી છે. ઊંઝા વિસનગર રોડ અને ઊંઝા પાટણ રોડ ઉપર અનેક નવીન સોસાયટીઓ આકાર લઈ રહી છે. ત્યારે હવે આ વિસ્તારના રહીશો દ્વારા ઊંઝા પાટણ રોડ પર જી.ઇ.બી ની સામે એસટી પીકપ સ્ટેન્ડ માટેનું સ્ટોપેજ આપવાની ઉગ્ર માંગ ઉઠી છે.

ઊંઝા પાટણ રોડ ઉપર નવીન આકાર પામી રહેલી સોસાયટીઓના રહીશો દ્વારા જી.ઇ.બી ની સામે એસ.ટી.પીક અપ સ્ટેન્ડ નું સ્ટોપેજ આપવા માટે ઊંઝા નગરપાલિકાના સક્રિય પ્રમુખ દીક્ષિતભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે પાલિકા પ્રમુખ દ્વારા વિભાગીય નિયામક એસ.ટી કચેરી મહેસાણાને પત્ર લખવામાં આવ્યો હતો.

પત્રમાં જણાવ્યા મુજબ, ઊંઝા થી પાટણ તરફ જતા હાઈવે રોડ તરફ જે સોસાયટીઓ આવેલી છે તેમણે એસ.ટી. બસમાં બેસવા માટે મસમોટું ભાડું ખર્ચી ખાનગી વાહનમાં મુસાફરી કરીને બસ સ્ટેશન સુધી આવવું પડે છે જેને લઈને સમય અને નાણાં નો વ્યય થાય છે. તેથી ઊંઝા - પાટણ રોડ ઉપર જી.ઈ.બી ની સામે એસટી પીકપ સ્ટેન્ડ માટેનું સ્ટોપેજ આપવામાં આવે તો મુસાફરોને ઘણી રાહત મળી શકે છે.