ઊંઝા : પ્રવાસી ટ્રાવેલ્સ બસને તમિલનાડુ પાસે નડ્યો અકસ્માત, બસ ખીણમાં ખાબકી, જાણો વધુ

ઊંઝા :  પ્રવાસી ટ્રાવેલ્સ બસને તમિલનાડુ પાસે નડ્યો અકસ્માત, બસ ખીણમાં ખાબકી, જાણો વધુ

અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઈ હતી.

બસમાં 36 પ્રવાસી અને 5 રસોઈયા સવાર હતા.

નાની મોટી બીજાઓ છતાં મુસાફરોનો આબાદ બચાવ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તામિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા , જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના ના સમાચાર પ્રાપ્ત થયા છે . જેના ફોટો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ જોકે સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતાં ખાબકતાં રહી ગઈ હતી , જેથી કોઈ જાનહાનિ થઈ નથી . અમુક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી , આ અકસ્માતમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તેમનો આબાદ બચાવ થયો હતો . આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી , જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા .

 પ્રાપ્ત અહેવાલો મુજબ, કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 36 પ્રવાસી અને 5 રસોઈયા સાથે તામિલનાડુ પ્રવાસ માટે ગયા હતા . બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તામિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઊતરી ગઈ હતી . જોકે સદનસીબે બસ ખીણમાં જતાં પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતાં બચી ગઈ હતી . એને લઇ બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા . ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે .