ખળભળાટ / ઊંઝાના ધારાસભ્યના વાયરલ મેસેજથી ગુજરાત ભાજપમાં હડકંપ ! કોની તરફ ઈશારો ?

ખળભળાટ / ઊંઝાના ધારાસભ્યના વાયરલ મેસેજથી ગુજરાત ભાજપમાં હડકંપ ! કોની તરફ ઈશારો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ગુજરાત ભાજપના એક ધારાસભ્યના વાયરલ મેસેજ થી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ મેસેજમાં ક્યાંક ને ક્યાંક પોતાની નારાજગી પ્રગટ કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હવે આ નારાજગી કોની સામે છે તે જોવું રહ્યું !

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ છેલ્લા કેટલાય સમયથી સમાચાર માધ્યમોમાં કોઈને કોઈ વિવાદ મુદ્દે ચમકતા રહે છે. જોકે ઊંઝા વિધાનસભા વિસ્તારના ઊંઝા અને વડનગર ભાજપ સંગઠનમાં પણ ક્યાંક ને ક્યાંક બધું સમસૂતરૂ ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ધારાસભ્યની નબળી કામગીરીને કારણે લોકોમાં પણ ભારે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

વિગતો મુજબ ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વડનગર ભાજપના એક વૉટ્સએપ ગ્રુપના સભ્ય છે. જોકે તેમણે આ ગ્રુપમાં એક મેસેજ કર્યો કે જે ચર્ચાનું કારણ બન્યો છે. જોકે હવે આ મેસેજથી તેઓ કોને અને શું સંદેશ આપવા માંગે છે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ ભાજપના ધારાસભ્યના એક મેસેજને કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ઊંઝા સહિત મહેસાણા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. 

ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર ભાજપના વૉટ્સએપ ગ્રુપ મેસેજ કર્યો હતો કે, " સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે." MLA કિરીટભાઈ પટેલના આ મેસેજથી હવે સવાલો ઊભા થાય છે કેમ આ મેસેજ દ્વારા તે શું ઈશારો કરી રહ્યા છે. આ સાથે કિરીટ પટેલ સંગઠનથી નારાજ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.