વડનગરના કવિએ અનોખી રીતે નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

વડનગરના કવિએ અનોખી રીતે  નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર : વડનગર ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વર્તમાનના વિવેકાનંદ એવા નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાંથી લોકો તેમને મીડિયા, સોશિયલ મીડિયા જેવા માધ્યમોથી  તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી ના વતન એવા વડનગરમાં આજે ખૂબ જ ખુશીનો માહોલ છે

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડનગરના એક ચાહક દ્વારા મોદીજીને અનોખી રીતે જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. વડનગરના વતની એવા નિકુંજભાઈ પ્રજાપતિ ઉર્ફે 'પાનખર' દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 72 મા જન્મદિવસને લઈને એક સુંદર કવિતા રચવામાં આવી છે. જેમાં તેમણે શબ્દોની અલંકારિક ભાષાની મદદથી મોદીજીના બચપણથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને સુંદર રીતે વર્ણવી છે.

નિકુંજ પ્રજાપતિની કાવ્ય રચના

માટીરત્ન- નરેન્દ્ર મોદી

ગરીબીના પાલવ માં
સૂરજ ના છત નીચે,
ઉછર્યો એ ભીંત ફાડી પીપળા સમો,
કંટક પથ મહીં માંડ્યા હર ડગ,
વધ્યો એ આગળ વા' સમો,
ગરીબી ની ઠોકર એણે માથે ચડાવી,
ને મહેનત એ કરતો જગ તાત સમો,
આલોચના ને વિરોધ ના વાદળ ઘેરાયા,
પણ પ્રેમ થી એણે સૌને પોતાના બનાવ્યા,
પ્રજા ના દિલનો ધબકાર એ છે,
વડનગરની માટી નો શણગાર એ છે,
દેશ ની ધરોહર ને ગૌરવ અપાવ્યા,
દુનિયામાં દેશ ના ડંકા વગાડ્યા,
છે એ શૂરવીર શિવાજી સમો,
બસ એ માટીરત્ન -નમો..

              - નિકુંજ 'પાનખર..'