વિસનગર : નીતિન પટેલે કર્યું એવું કામ કે ઋષિકેશ પટેલનું ટેંશન ગયું, વિરોધી બન્યા મિત્રો

વિસનગર : નીતિન પટેલે કર્યું એવું કામ કે ઋષિકેશ પટેલનું ટેંશન ગયું, વિરોધી બન્યા મિત્રો

મોર્નિંગ ન્યુઝ ફોકસ વિસનગર : ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, જેઓએ વિસનગર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યાં છે. આ દરમ્યાન ભારતીય જનતા પક્ષના મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને 1976થી સમયથી ભારતીય જનતા પક્ષમાં સતત સક્રિય અને મહેસાણા જિલ્લાની દરેક વિધાનસભા તથા સાંસદસભ્યની ચુંટણીઓમાં સક્રિય રીતે કામ કરનાર જસુભાઈ પટેલે ઋષિકેશભાઈ સાથે મન દુઃખ હોવાના કારણે અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની જાહેરાત કરી હતી.

 આ અંગે તેઓએ ચુંટણી પ્રચાર પણ શરૂ કરેલ. તા. 15/11/2022ને મંગળવારના રોડ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈએ નીતિનભાઈ પટેલ (પૂર્વ, નાયબ મુખ્યમંત્રી)ને  ફોન કરી જશુભાઈને સમજાવવા માટે અને તેઓ ઉમેદવારી ન કરે તે માટે મધ્યસ્થી બનવા માટેની લાગણી વ્યક્ત કરી હતી. તેમની આ લાગણી નીતિનભાઈ પટેલ (પૂર્વ, નાયબ મુખ્યમંત્રી)ધ્યાનમાં રાખી વિસનગરમાં આવેલ સાકળચંદ પટેલ યુનિવર્સીટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ અને વિસનગરના અગ્રણી દાતા આર કે. પટેલ (રાજુભાઈ પટેલ) તથા કમાણાના વતની મહેન્દ્રભાઈ પટેલ, સદુથલાના વતની નટુભાઈ પટેલની ઉપસ્થિતીમાં જશુભાઈ પટેલના કાંસાના નિવાસ સ્થાને ઋષિકેશભાઈ પટેલે જશુભાઈ સાથે નીતિનભાઈ પટેલ (પૂર્વ, નાયબ મુખ્યમંત્રીશ્રી)ની ઉપસ્થિતીમાં મિટીંગ કરી અને બન્ને વચ્ચે જે મતભેદ હતા તે અંગે વિગતવાર ચર્ચા કરેલ.

ત્યારબાદ વિસનગર અને મહેસાણા જિલ્લાના હિતને ધ્યાનમાં રાખી નીતિનભાઈ પટેલ (પૂર્વ, નાયબ મુખ્યમંત્રી) કહેવાથી જશુભાઈએ ઉમેદવારી કરવાનો વિચાર માંડી વાળેલ છે અને ઋષિકેશભાઈએ ભાજપનો ખેસ પહેરાવીને જશુભાઈનું સન્માન કરી બંનેએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. આમ નીતિનભાઈ પટેલ (પૂર્વ, નાયબ મુખ્યમંત્રી) અને પ્રકાશભાઈના મધ્યસ્થાથી બન્ને વચ્ચે સુઃખદ સમાધાન થયું છે. અને નીતિનભાઈ પટેલ (પૂર્વ, નાયબ મુખ્યમંત્રી)એ જશુભાઈને ઋષિકેશભાઈના પ્રચાર કાર્યમાં જોડાઈ જવા જણાવ્યું છે. આમ હવે, વિસનગર સિટ પર ભારતીય જનતા પક્ષ વધુ સંગઠીત થઈ ભવ્ય જીત પ્રાપ્ત કરશે.