સુરતના આ વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકો જેવુ કામ કર્યું, બ્રહ્માંડમાં મોકલી શકાય તેવું રોવર બનાવ્યું

સુરતના આ વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકો જેવુ કામ કર્યું, બ્રહ્માંડમાં મોકલી શકાય તેવું રોવર બનાવ્યું

Mnf network: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ એક એવો રોવર તૈયાર કર્યું છે. જેને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ રોવર મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેઓ પ્રોટો ટાઇપ મોડલ તૈયાર કર્યું છે. એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ મોડલ ઇન્ટરનેશનલ રોવર ચેલેન્જમાં જશે, જ્યાં દેશ-વિદેશના લોકો હાજર રહેશે

એસવીએનઆઇટીના ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ અગત્યનો તૈયાર કરવામાં આવ્યું છે. આ રોવર અલગ અલગ વિભાગ જેમાં ઇલેક્ટ્રોનિક, મેકેનિકલ, સીઇ અને કમ્યુનિકેશનના 25થી પણ વધુ વિદ્યાર્થીઓ આની ઉપર મહેનત કરી રહ્યાં છે.

આ રોવરની અંદર એક મોબાઇલ લેબોરેટરી પણ છે. જેના માધ્યમથી તે સોઇલ ટેસ્ટિંગ કરશે. કેટલાક કોમ્પોનેટ્સ જેવા નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, HCS4, મિથેન, સેન્સરના માધ્યમથી ટેસ્ટ કરશે. જે ત્યાં કાર્બન મળે તો અનુમાન લગાવી શકીએ કે ત્યાં જીવન છે. આ રોવરની આગળ હેન્ડ ડીફેક્રટર પણ છે જે મેન્યુપીલેટર છે.

આ રોવર ઇન્ટરનેશનલ રોવર ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયું છે. બીજા રાઉન્ડ માટે આ કોઈમ્બતૂર જઈ રહ્યું છે. જ્યાં દેશ-વિદેશના લોકો હાજર રહેશે. આ રોવર બનાવવા પાછળ દોડ લાખનો ખર્ચ આવ્યું છે, જે ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આ રોવર બનાવવામાં ત્રણથી ચાર મહિના લાગ્યા છે. આ રોવરમાં જીપીએસ મોડ્યુલ લાગ્યા છે. જીપીએસના માધ્યમથી પણ આ ડેટા કલેક્ટ કરે છે. ત્યાર પછી એલગોરીધમના માધ્યમથી મેચ કરે છે.

લાઈડર ટેન્કનોલોજી પર ચાલે છે. જેથી તેને કોઈ પણ ઈંટરફેસની જરૂર પડતી નથી. આ રોવરને તમિલનાડુમાં જે 2024માં ઈંટરનેશનલ રોવર ચેલ્નેજની કોમ્પીટીશનમાં જવા માટે તૈયાર થયું છે. બાંગ્લાદેશ, પોલેન્ડ સહિતની ટીમ સાથે કોમ્પીટીશન થશે. આ રોવરમાં કુલ ખર્ચ 1.50 લાખ થયો છે.