મોદીના પગલે પાટીલ : ઉ.ગુ.ના શંખેશ્વરમાં આજે 200 જેટલા સ્માર્ટ સરપંચો સાથે કરશે સીધો સંવાદ, જાણો-શુ છે સમગ્ર કાર્યક્રમ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ આજે ઉત્તર ગુજરાતના શંખેશ્વરમાં ૨૦૦ જેટલા સરપંચો સાથે સંવાદ કરશે અને શક્તિપીઠ બહુચરાજી માં પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવશે.

મોદીના પગલે પાટીલ : ઉ.ગુ.ના શંખેશ્વરમાં આજે 200 જેટલા સ્માર્ટ સરપંચો સાથે કરશે સીધો સંવાદ, જાણો-શુ છે સમગ્ર કાર્યક્રમ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :    ગુજરાતની વિકાસ યાત્રાના લાભ છેવાડાના ગામ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્રારા " સરપંચો સાથે સંવાદ "નામે નવી પહેલ કરવામાં આવી છે.જેના પ્રથમ તબક્કામાં આજે રવિવારે બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે ઉત્તર ગુજરાત અને કચ્છના ૭ જિલ્લાના સ્માર્ટ સરપંચો સાથે સીધો સંવાદ યોજાશે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ જિલ્લાના પસંદ કરાયેલા ૨૦૦ સરપંચોને ખાસ નિમંત્રણ  અપાયું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રવિવારે ઉત્તર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ શંખલપુર ની પટેલ વાડીમાં આયોજિત"સરપંચ સંવાદ" કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચો ને સરકારી યોજના ઓના ક્રિયાન્વય થી કઈ રીતે ગ્રામ્ય વિસ્તારનો નક્કર વિકાસ થઈ શકે તેઅંગે પોતાના અનુભવોનું વિસ્તૃત માર્ગ દર્શન આપશે.ત્યારબાદ દિવસ દરમ્યાન ત્રણ સેશન યોજાશે.જેમાં વક્તા તરીકે ગુજરાત વિદ્યાપીઠ સાદરા ના પ્રિન્સીપાલ તેજસ ઠાકર,દેશના મોડેલ વિલેજના બ્રાન્ડ એમ્બેસેડર પુંસરીના પુર્વ સરપંચ હિમાંશુ પટેલ, કૃષિ ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરનાર પદ્મશ્રી ગેનાજી ચૌધરી તેમજ લીપી ખંધારજી સરકારી યોજનાઓના અમલીકરણ,ગામ્ય વિકાસમાં રહેલીતકો,આત્મનિર્ભર વિલેજ વિગેરે વિશે માહિતગાર કરશે.

આ પૂર્વે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સવારે ૧૦ વાગે બહુચરાજી અને શંખલ પુર સ્થિત બહુચર માતાજીના મંદિરે પૂજા અર્ચના કરશે. ત્યારબાદ શંખલપુર ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરી કૃષિબીલ અંગે ખેડુતો સાથે ખાટલા બેઠક કરશે.ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો "મન કી બાત " કાર્યક્રમ સરપંચો સાથે સાંભળશે.