ઓક્સિજન રીફીલિંગ મુદ્દે લેવાયેલ વહીવટી તંત્રના નિર્ણય સામે AAP ના નગરસેવકોએ શરૂ કર્યો વિરોધ, ' અભણ સરકારને કાઢો હવે '

ઓક્સિજન રીફીલિંગ મુદ્દે લેવાયેલ વહીવટી તંત્રના નિર્ણય સામે AAP ના નગરસેવકોએ શરૂ કર્યો વિરોધ, ' અભણ સરકારને કાઢો હવે '

હોમ isolation દર્દીઓ માટે દરરોજ ચાર થી પાંચ મેટ્રિક ટન ઓક્સીજનની જરૂરિયાત રહે છે.

ઓક્સિજન રિફિલિંગ સેન્ટરો ઉપર સ્ટાફ મુકાયો.

કૃભકો ના હજીરા પ્લાન્ટ માં એક અઠવાડિયામાં ઓક્સિજનનું ઉત્પાદન શરૂ થશે.

જરૂરિયાત મુજબના ઓક્સિજન સામે અપૂરતો ઓક્સિજન મળવાને લીધે અનેક દર્દીઓ મોતને ભેટે છે ત્યારે તંત્રનો આ  તઘલખી નીર્ણય કેટલો યોગ્ય ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા ) :  હાલમાં કોરોના ના દર્દીઓ માટે સુરત સહિત રાજ્યમાં અનેક ઠેકાણે કોવિડ કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓ હોમ isolation પણ થયા છે. જેમાંથી કેટલાક દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વ્યક્તિગત અને સંસ્થાઓને ઓક્સિજન રીફલિંગ કરી આપવામાં આવશે નહીં. જો કે વહીવટી તંત્રના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલ સાકરીયા એ પોતાના સોશિયલ મિડીયા પેજ ઉપર લખ્યું છે કે, આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય?? શુ હોમ આઇસોલેશન માં રહેલા દર્દીઓ ને ઓક્સિજન નહિ મળે તો તેમની હાલત શુ થશે એની સરકાર ને ચિંતા નથી? એક તરફ હોસ્પિટલો માં જગ્યા નથી બીજી તરફ હોલ આઇસોલેશન માં રહેલા દર્દીઓ એ ઓક્સિજન વગર શુ કરવાનું??

તો વળી આમ આદમી પાર્ટીના બીજા એક નગરસેવક વિપુલ સુહાગિયા એ સોશિયલ મિડીયા પેજ પર લખ્યું છે કે,
સિવિલ બંધ, 
ઓક્સિજન બંધ, 
કામધંધા બંધ,
બધુ જ બંધ, 
હવે આ અભણ સરકાર માં બેઠેલા ને બંધ કરવાનો સમય આવી ગયો છે.