ભાજપના નેતાઓની સેવામાં પણ રાજનીતિ ! હોસ્પિટલ શરૂ કરવાનો જશ ખાટવામાં બે નેતાઓ વચ્ચે હરીફાઈ ?

ભાજપના નેતાઓની સેવામાં પણ રાજનીતિ ! હોસ્પિટલ શરૂ કરવાનો જશ ખાટવામાં બે નેતાઓ વચ્ચે હરીફાઈ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : હાલમાં કોરોના ને લઈને સમગ્ર રાજ્યમાં સ્થિતિ ખૂબ જ દયનીય છે ત્યારે ભાજપના નેતાઓ આફતને પણ આ અવસરમાં પલટી ને વાહ-વાહી લૂંટવામાં જરા પણ પાછળ રહેતા નથી જેની પ્રતીતિ કરાવતો કિસ્સો ભાવનગરમાં બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને હાલના વર્તમાન રાજ્યકક્ષાના મહિલા મંત્રી વિભાવરીબેન દવે વચ્ચે હોસ્પિટલ શરૂ કરવાને લઈને ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર, સેવાના કામને લઈ  મંત્રી વિભાવરીબેન દવે અને જીતુ વાઘાણી વચ્ચે ખેંચતાણની ઘટના થઈ હોવાની ચર્ચાઓ ઉઠી છે. વિભાવરીબેને હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અધિકારીઓને સાથે રાખી કામગીરી પર નજર રાખી હતી. બીજી તરફ જીતુ વાઘાણી અધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને પોતાના પ્રયાસોથી હોસ્પિટલ શરૂ કર્યાના દાવા કર્યા હતા અને ફોટો સેશન કરાવી ધારાસભ્યો પ્રતિષ્ઠાનો જંગ લડી રહ્યાં છે.

જીતુ વાઘાણી ના સોશિયલ મીડિયા ફેસબુક પેજ પર  આ અંગે  લખવામાં આવ્યું છે કે....

ભાવનગર શહેર અને જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે ભાવેણાના મહારાજાની દેન એવી શહેરના રૂવાપરી રોડ પર આવેલ લેપ્રેસી હોસ્પિટલમાં 1 ઓપીડી, 5 વોર્ડ અને 125 બેડની સુવિધા સાથેની સંપૂર્ણ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે, ત્યારે પહેલા તબક્કામાં શરૂ થઈ રહેલ લગભગ 25થી 30 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી કીર્તિબેન દાણીધારીયા અને ભાવનગર કલેકટરશ્રી ગૌરાંગભાઈ મકવાણા સહ રૂબરૂ મુલાકાત કરી અને જ્યાં પણ જરૂર હોય ત્યાં કોઇપણ વ્યવસ્થા તાકિદની અસરથી તાત્કાલિક કરવા નિર્દેશો આપ્યા હતા. આ હોસ્પિટલનું સંચાલન સર તખ્તસિંહજી હોસ્પિટલ કરશે. જેથી દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે. વૈશ્વિક કોરોનાની મહામારીમાં ભાવનગરની જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે સમગ્ર વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત કાર્યરત છે.

બીજી બાજુ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે ના સોશિયલ મીડિયા ફેસબુક પેજ પર નીચે મુજબનું લખાણ જોવા મળ્યું છે.

હનુમાન ચાલીસા ....
નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા......

લેપ્રેસી હોસ્પિટલ ને કાર્યાન્વિત કરવા માટે આપણા ધારાસભ્ય અને સરકાર ના મંત્રી વિભાવરીબેન દવે સતત કાર્યરત રહ્યા છે.
5મી એપ્રિલે કોર્પોરેશન ના અધિકારી જે હોસ્પિટલનું નવીનીકરણ કરતા હતા તેને સાથે રાખી ભાજપ શહેર સંગઠન  સાથે થઈ રહેલી કામગીરી નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી બાદ તા.16 એપ્રિલ કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર, કમિશનર ગાંધી અને અધિકારીઓ સાથે મુલાકાત લઈ સમીક્ષા કરી કામગીરી ઝડપ લાવવા જણાવેલું લેપ્રસિ હોસ્પિટલ ચાલુ કરવા બધી તૈયારી બાદ ઓક્સિજન નો સપ્લાય ઘટવા થી કામગીરી માં વિક્ષેપ આવ્યો. 
તા 25મી એપ્રિલએ જાણકાર સર ટી હોસ્પિટલના ડિન, ડૉક્ટર્સ તેમજ વહીવટી અધિકારી સાથે સ્થળ પર જઈ શુ કરી શકાય કેમ કરી શકાય ચર્ચા કરી.

 25મી એપ્રિલએ જ સર ટી હોસ્પિટલના સુપ્રીટેનેન્ટ શ્રી બ્રહ્મભટ્ટ, ડિન શ્રી મહેતા અને ડોકટરો વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી વહેલામાં વહેલી તકે ચાલુ કરવા અને આ માટે અન્ય વ્યવસ્થા માટે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને DDO શ્રી વરુણ સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી ઓક્સિજનની કે અન્ય વ્યવસ્થા ગોઠવાય તે માટે કાર્યવાહી કરવા આગ્રહ રાખેલ જેમાં કલેકટર શ્રી એ પોતાના પુરા પ્રયત્નો કરી ઉપલબ્ધતા કરાવી આપી 

લેપ્રસિ હોસ્પિટલ  આજે રાત્રી થી હનુમાન જયતિ થી શરૂ કરાશે સરકારી ધોરણે ફ્રી સારવાર કરાશે

લેપ્રેસી હોસ્પિટલ ને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરવા નું આયોજન થયેલ છે

જે સરકારી ધોરણે જ કાર્યરત થશે. જેનું સંચાલન સરકારી સિવિલ સર ટી હોસ્પિટલ દ્વારા જ કરાશે 

તારીખ 28 એપ્રિલથી શરૂ કરાશે

કોઈ દર્દી સીધા જ લેપ્રસિ હોસ્પિટલ જશે તો એમને દાખલ કરાશે નહિ જે લોકો એ ધ્યાન પર લેવું

આમ વિભાવરી બેન ના સતત પ્રયત્નો ને સફળતા મળી આજે આ 150 બેડની સરકારી ધોરણે ફ્રી સારવાર આપતી મીની સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે 
આ માટે સરકારી વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર પંચાયતી તંત્ર વિગેરે ની જહેમત થી શક્ય બન્યું છે.