ક્રિકેટરો માટે એમ્બ્યુલન્સને રોકતા સરકાર સામે ઉઠ્યા સવાલ : લોકોના જીવ મહત્વના છે કે ક્રિકેટરો ? જુઓ વાયરલ વિડીયો

ક્રિકેટરો માટે એમ્બ્યુલન્સને રોકતા સરકાર સામે ઉઠ્યા સવાલ : લોકોના જીવ મહત્વના છે કે ક્રિકેટરો ? જુઓ વાયરલ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :  હાલમાં કોરોનાની મહામારી માં સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે. કોરોના ના દર્દીઓ એક એક શ્વાસ માટે તડપી રહ્યા છે. રાજ્યમાં ઓક્સિજન પૂરતો મળતો નથી ત્યારે ઓક્સિજન ના અભાવે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એમ્બ્યુલન્સને રોકવામાં આવી છે જેના પાછળનું કારણ એ છે કે ક્રિકેટરો જે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યાં જ એક એમ્બ્યુલન્સ રસ્તો ઊભેલી દેખાય છે. પોલીસે એમ્બ્યુલન્સને રોકી અને ક્રિકેટરોની બસ જવા દેતા સોશિયલ મીડિયામાં પોલીસની આ કામગીરીનો જોરશોરથી વિરોધ શરૂ થયો છે.

આપને જણાવી દઇએ કે આ વાયરલ વીડીયો અમદાવાદના પાંજરાપોળ વિસ્તારનો છે. જેમાં જોઈ શકાય છે કે આઈપીએલ રમવા આવેલા ક્રિકેટરો બસમાં બેસીને પસાર થઈ રહ્યા છે અને આ ક્રિકેટરોના પ્રોટોકોલ માટે અમદાવાદ પોલીસે ઍમ્બ્યુલન્સને પણ રોકી દીધી. પોલીસે એમ્બ્યુલન્સને રોકી ક્રિકેટરોના કાફલાને જવા દીધો, આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.

જુઓ વાયરલ વિડીયો....

આ વીડિયોને પોતાના સોશિયલ મિડીયા પેજ પર પોસ્ટ કરીને સુરત આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલ બેન સાકરીયાએ સવાલ પૂછ્યો છે કે, "  આ કેટલું યોગ્ય કહેવાય ? " ક્રિકેટરો માટે પોલીસે ઍમ્બ્યુલન્સ રોકી, લોકોના જીવ કરતા ક્રિકેટરો મહત્વના? ક્રિકેટરો 2-3 મિનિટ મોડા જાત તો પોલીસને શું વાંધો હતો? આ વીડિયોને લઈને ભારતીય જન સેવા મંચના કન્વીનર મૌલિક પટેલ રોષ ઠાલવતા કહે છે કે, " મહામારી સામે ગુજરાતીઓ લડી રહ્યા છે ત્યારે આ વીડિયો પર સવાલ ઉઠી રહ્યા છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરી શકે છે? અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને કઈ થાય તો જવાબદાર કોણ? ક્રિકેટરો 2-3 મિનિટ મોડા જાત તો પોલીસને શું વાંધો હતો? અને શું મહામારીમાં લોકોના જીવ કરતા ક્રિકેટરોના પ્રોટોકોલ મહત્વનો છે? "