અમદાવાદ : બાપુનગરના ડોકટરે શરૂ કર્યું નશા મુક્તિ અભિયાન : અનોખી રીતથી કરે છે ઉપચાર

અમદાવાદ : બાપુનગરના ડોકટરે શરૂ કર્યું નશા મુક્તિ અભિયાન : અનોખી રીતથી કરે છે ઉપચાર

વર્લ્ડ હેલ્થ ડે નિમિતે ઇમ્યુનિટી વધારવા ડો.તેજસ પટેલે નશામુક્તિ મિશન શરૂ કર્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમદાવાદ :  હાલમાં કોરોનાની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે જે લોકો નશો કરે છે એવા લોકોની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી રહેતી હોય છે. ત્યારે આવા લોકોને ઇમ્યુનિટી વધારવા માટે બુધવારે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે બાપુનગરના એક તબીબે નશામુક્તિ મિશનની શરૂઆત કરી છે. જેમાં તેઓ લોકોને નશામાંથી મુક્ત કરવા માટે મનો વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉપચાર કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ બાપુનગર ના મનોચિકિત્સક ડો તેજસ પટેલ કે જેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે તેમણે બુધવારે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે નશામુક્તિ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ મિશન અંતર્ગત તેઓ વિનામૂલ્યે આ કોરોના કાળમાં તેઓ નશાના બંધાણીઓને મનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નશો છોડાવી રહ્યા છે અને તેમની ઇમ્યુનિટી વધારવા માટે લોકોને વિવિધ ઉપચારો પણ સૂચવી રહ્યા છે.

કોરોના કાળમાં લોકો ની ઇમ્યુનિટી સારી રહે તે જરૂરી છે. જો કે દુઃખની વાત એ છે કે જે લોકો અલગ-અલગ પ્રકારના નશાના બંધાણી છે તેમની ઇમ્યુનિટી ઓછી હોય છે જેથી તેમને કોઈપણ ચેપ લાગી શકે છે. ત્યારે આવા સમયમાં લોકો નશામાંથી મુક્ત થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને કોરોના નો ચેપ તેમને ન લાગે તે માટે મનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નશો છોડાવવાના પ્રયાસ કરતા હોવાનું મનોચિકિત્સક ડો તેજસ પટેલે જણાવ્યું હતું.