અમદાવાદ : CM અરવિંદ કેજરીવાલના ગુજરાત આગમન પૂર્વે બની આ ઘટના, વિરોધીઓ સામે શંકાની સોય

અમદાવાદ : CM અરવિંદ કેજરીવાલના ગુજરાત આગમન પૂર્વે બની આ ઘટના, વિરોધીઓ સામે શંકાની સોય

મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં પણ એકાએક ગરમાવો આવી રહ્યો છે. બીજું કે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેમના સ્વાગત માટે અમદાવાદમાં ઠેરઠેર બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરો કોઈક અસામાજિક તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તાના જણાવ્યા મુજબ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેને લઈને અન્ય કેટલાક રાજકીય પક્ષો રઘવાયા બન્યા છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અટકાવવા માટેના જાતજાતના પ્રયાસો કરી રહ્યા છે. જોકે આ બેનરો કોના દ્વારા ફાળવામાં આવ્યા તે અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.