એશિયા કપ ની મેચ શિફ્ટ થશે

એશિયા કપ ની મેચ શિફ્ટ થશે

ઈભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ની આ હાઈવોલ્ટેજ મેચની મજા વરસાદને કારણે બગડી ગઈ હતી. હવે આ મેચ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપની મેચો શિફ્ટ થઈ શકે છે. તેની પાછળનું કારણ કોલંબોમાં ભારે વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલંબોમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને તેને જોતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ સુપર 4 મેચો શિફ્ટ કરવા પર વિચાર કરી રહી છે.

એશિયા કપ હાઈબ્રિડ મોડલ પર રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન પાકિસ્તાનમાં થયું હતું, જ્યારે તેની સુપર 4 મેચો આવતા સપ્તાહે શ્રીલંકામાં રમાશે. એશિયા કપનું યજમાન પાકિસ્તાન પણ શ્રીલંકામાં રમી રહ્યું છે. હકીકતમાં ભારતે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.