Exclusive : સુરતમાં અગ્નિસંસ્કાર માટે મૃતદેહોથી ઉભરાતા સ્મશાનોની હાલની સ્થિતિ વિશે જાણી તમે પણ ચોંકી જશો

Exclusive : સુરતમાં અગ્નિસંસ્કાર માટે મૃતદેહોથી ઉભરાતા સ્મશાનોની હાલની સ્થિતિ વિશે જાણી તમે પણ ચોંકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : થોડાક દિવસો પહેલા સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલતા હતા કે સુરતના સ્મશાનગૃહમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવા માટે જગ્યા નથી. જોકે આ સમાચારો એ માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકયું હતું. લોકોમાં એક પ્રકારનો ખૌફ પેદા થયો હતો.

જોકે હકીકત એ હતી કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કોરોના કેસોની સંખ્યામાં પણ ખૂબ જ ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી હતી. ક્યાંક ઓક્સિજનના અભાવે કે ક્યાંક વેન્ટિલેટર ના અભાવે કે પછી ક્યાંક સંજીવની ગણાતા ઇન્જેક્શન ના અભાવે લોકો મોતને ભેટી રહ્યા હતા. પરંતુ કોઈપણ પ્રકારની આપદા હોય તેની સામે સુરતીઓ મજબૂત મનોબળ થી લડવા માટે હંમેશા ટેવાયેલા છે. પછી એ આપદા પ્લેગના રોગચાળાની હોય, પાણીના પૂરની હોય કે પછી કોરોનાની મહામારી હોય.

સુરતમાં વધતા જતા કેસોને કારણે જ્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા ત્યારે સુરતની સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ આ માટે આગળ આવી અને ઠેર ઠેર કોરોનાના દર્દીઓ માટે કોવિડ કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં દર્દીઓને ભોજનથી લઈ ઓક્સિજનયુક્ત સુવિધાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું. જેને લઇને કોરોના ના દર્દીઓને ઘણી મોટી રાહત થઇ એટલું જ નહીં પરંતુ કોરોના ગ્રસ્ત દર્દીઓ ઝડપથી સાજા થઈને પોતાના સ્વજનોની વચ્ચે પાછા જવા લાગ્યા.

લોકોમાં જે કોરોના પ્રત્યેનો જે ડર હતો એ ઓછો થઈ ગયો અને લોકો કોરોના ગ્રસ્ત બનવા છતાં પણ નીડરતાપૂર્વક તેનો સામનો કરતા શીખ્યા. ત્યારે સારા સમાચાર એ છે કે હાલમાં સુરતમાં કોરોનાના જે કેસ આવી રહ્યા છે તેના બદલે રિકવરી રેટમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ એક સમયે મૃતદેહો થી ઉભરાઈ રહેલા સ્મશાનો આજે ખાલીખમ જોવા મળી રહ્યા છે. અર્થાત્ સુરતમાં કોરોના નું જોર ઘટ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઇ રહયું છે.