Exclusive : સુરત કોઝ વે ઓવર ફ્લો થતાં બંધ કરાયો : મ્યુનિસિપલ કમિશ્નરે શુ કરી અપીલ ?

Exclusive :  સુરત કોઝ વે ઓવર ફ્લો થતાં બંધ કરાયો : મ્યુનિસિપલ કમિશ્નરે શુ કરી અપીલ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં નથી ચોમાસાની ઋતુ કે નથી વરસાદ છતાં પણ સુરત કોઝવે ઓવરફ્લો થયો છે એવા સમાચાર જાણીને તમને કદાચ આશ્ચર્ય જરૂર થશે. એટલું જ નહીં હાલમાં કોઝ વે ઓવરફ્લો થવાને પરિણામે બંધ કરવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે એકાએક કોઝવે શા માટે ઓવરફ્લો થયો અને એને કેમ બંધ કરવો પડ્યો ? મિત્રો આ ચોંકાવનારા સવાલનો જવાબ પણ ખૂબ જ ચોંકાવનારો છે.

છેલ્લા કેટલાક દિવસોથી સુરતના કતારગામ સહિતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં વાસ આવવાની સમસ્યા હતી. જેને લઇને મોર્નિંગ ન્યુઝ ફોકસ ના તંત્રી જશવંત પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની ને ટેલિફોનિક રજૂઆત કરી હતી. ત્યારે કમિશ્નરે બે દિવસમાં આ સમસ્યા સોલ્વ થઈ જશે તેવી ખાતરી આપી હતી. જોકે ફરિયાદને પગલે કમિશનર દ્વારા તાત્કાલિક આ બાબતે તપાસ કરવામાં આવતા એવું જાણવા મળ્યું હતું કે કોઝવેમાં સંગ્રહાયેલ પાણી માંથી વાસને કારણે પીવાના પાણીમાં વાસ આવતી હતી.

ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરાઇ હતી અને ઉકાઇ ડેમમાંથી પાણી છોડવા માટે જણાવાયું હતું. ત્યારે ગુરૂવારના રોજ ઉકાઇ ડેમમાંથી 17000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી સુરત કોઝવે માં આવતા કોઝ વે ઓવરફ્લો થયો છે. પરિણામે હાલમાં કોઝવે ને બંધ કરવામાં આવ્યો છે. જોકે પાણી છોડવાને કારણે પીવાના પાણીમાં જે વાસ ની સમસ્યા હતી તે હવે દૂર થઈ જશે. કોઝવેમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે એટલે કે કોઈપણ વ્યક્તિએ કોઝવેમાં સ્નાન ન કરવા જવા માટે પણ અનુરોધ કરાયો છે.

વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો.