હેપી બર્થડે / ભાજપના આ ધારાસભ્યએ જન્મદિવસની ઉજવણીને લઈ શુભેચ્છકોને આ કામ ન કરવા કરી આ ખાસ અપીલ, જાણો વધુ

હેપી બર્થડે / ભાજપના આ ધારાસભ્યએ જન્મદિવસની ઉજવણીને લઈ શુભેચ્છકોને આ કામ ન કરવા કરી આ ખાસ અપીલ, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં કોરોનાની મહામારી હોવા છતાં પણ અનેક નેતાઓ દ્વારા અથવા તો નેતાઓના સંતાનો દ્વારા જાહેરમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી કેક કાપવાનો એક સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલુ રહ્યો છે.જેને લઈને ક્યાંક ને ક્યાંક આવા નેતાઓ પર પસ્તાળ પડી રહી છે અને સોશિયલ મીડિયામાં જન્મદિવસની ઉજવણી સામે અનેક સવાલો સર્જાયા છે. ત્યારે સુરત ભાજપના એક મહિલા ધારાસભ્યોએ પોતાના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકોને જન્મદિવસની ઉજવણી માટે એક ખાસ અપીલ કરી છે.

સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ કે જેઓ સતત તેમનાં કાર્યોમાં સક્રિય રહે છે. એમનો આજે જન્મદિવસ છે. ત્યારે ગઈકાલે તેમણે સોશ્યલ મિડીયા મારફતે તેમના શુભેચ્છકોને અપીલ કરી હતી કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મારા જન્મદિવસ નિમિત્તે કોઈએ પુષ્પગુચ્છ કે કેક લઈને મારા કાર્યાલય પર કે મને રૂબરૂ મળવા માટે આવવાની જરૂર નથી. તેમણે તેમના શુભેચ્છકોને જણાવ્યું છે કે આપ સર્વે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છાઓ મોકલશો તો હું તેને સહર્ષ સ્વીકારી લઈશ. આમ આ રીતે તેમણે જન્મ દિવસની ઉજવણીને લઇને ભાજપના અન્ય નેતાઓને એક મહત્વનો સંદેશ આપ્યો છે.