નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે: ભૂપેન્દ્ર પટેલ

નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે: ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન

ગાગડિયા નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું

Mnf network:  દુધાળામાં જલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન થયુ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે ગાગડિયા નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત પણ કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટનિકલ ગાર્ડન અને ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી છે. દુધાળામાં હેતની હવેલીમાં વિવિધ લોકાર્પણ કર્યા છે. ત્યારે જંગી સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સૌને વિક્રમ સંવત 2080ના વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. અમરેલી જિલ્લાની દરેક કચાશ દૂર કરવાની તૈયારી છે. ગુજરાતની પરિસ્થિતિ પાણી, વીજળીમાં કેવી હતી તે જોયુ. ધંધા રોજગારની સ્થિતિ શું હતી તે પણ જોઇ. નરેન્દ્રભાઇની દીર્ઘદૃષ્ટિથી બધુ બદલાયુ છે. ધોળકિયા ફાઉન્ડેશન, સરકારે સરસ આયોજન કર્યુ છે. નરેન્દ્રભાઇએ દરેક ગામમાં વીજળીની વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં ડોક્ટર્સની સીટો 1375 હતી. આખા ગુજરાતમાં 1375 બેઠકો કઇ રીતે પહોંચી વળે. આજે આપણે 7000 સીટો સુધી પહોંચ્યા છીએ. દર વર્ષે ગુજરાતમાં 7000 ડોક્ટર્સ ઊભા થાય છે. રણોત્સવ માટે PMએ કહ્યું હતુ કે દેશ દુનિયાના લોકો આવશે. આજે રણોત્સવને વિશ્વના ફલક પર સ્થાન મળ્યુ છે

લોકોની ખેતીની જમીન સુધરે તેવો પ્રયત્ન કરાયો છે. સરકાર તમારી સાથે છે, સરકાર સાથે મળી કામ કરો. નરેન્દ્રભાઇ ત્રીજી વખત PM બને એટલે અર્થતંત્ર ત્રીજા ક્રમે. આજે ગુજરાતનું બજેટ 3 લાખ કરોડનું થયું છે. આપણે સૌ સાથે મળી ગુજરાતને આગળ લઇ જઇએ. 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે. તેના માટે ગુજરાતે પણ વિકસિત ગુજરાત બનવાનું છે. નાનામાં નાના માણસને યોજનાનો લાભ મળે તો વિકાસ થાય છે.