શિયાળામાં હવે નહિ ફાટે એડી, હોઠ અપનાવો આ ઉપાય.

શિયાળામાં હવે નહિ ફાટે એડી, હોઠ અપનાવો આ ઉપાય.

શિયાળામાં હોઠ ફાટવા, સ્ક્રીન ડ્રાય થવાની સમસ્યા વધારે છે. શિયાળામાં થતી આ સમસ્યાઓને દૂર કરવા માટે લોકો અનેક પ્રકારના પ્રોડક્ટસ વાપરતા હોય છે. પરંતુ તેની અસર લાંબો સમય સુધી ટકતી નથી. 

શિયાળામાં સ્કીન હેલ્ધી રહે તે માટે નહાવા જાવ તે પહેલા આ પેકનો ઉપયોગ કરો. તેના માટે એક બાઉલમાં થોડો ચણાનો લોટ લઈ તેમાં લીંબુ, દહી, ઓલિવ ઓઇલ મિક્સ કરીને સારી રીતે મિશ્રણને હલાવો. આ મિશ્રણને શરીર પર લગાવો અને 5 મિનિટ પછી હૂંફાળા પાણીથી સ્નાન કરો. આમ કરવાથી તમારી સ્કીન ફાટશે નહીં.

હોઠ ફાટવાની સમસ્યા માટે

શિયાળામાં સૌથી વધુ જો કોઈ સમસ્યા સતાવતી હોય તો તે છે હોઠ ફાટવાની સમસ્યા. જો તમે શિયાળામાં તમે તમારા હોઠને સોફ્ટ અને મુલાયમ રાખવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા હોઠ પર મલાઈ અથવા ઘી લગાવો. આ સિવાય બદામનો પાવડર, મધ, ખાંડનો પાવડર મિક્સ કરીને હોઠ પર લગાવી થોડી મિનિટ માટે મસાજ કરો આમ કરવાથી બધી જ ડેડ સ્કીન નીકળી જશે અને પછી તેના પર લિપ બામ લગાવી શકો છો.

સૌથી પહેલા એક ટેબમાં હુંફાળું ગરમ પાણી લો. તેમાં સોલ્ટ, શેમ્પૂ અને એસેન્સિયલ ઓઇલ અને ગ્લિસરીન નાખો. દસ મિનિટ પછી ફૂટ સ્ક્રેપરની મદદથી એડી પર રહેલી ડેડ સ્કિનને દૂર કરી દો. ત્યાર બાદ પગને સારી રીતે ધોઈને ફૂટ ક્રીમ અથવા તો ઓલિવ ઓઇલ લગાવો. અત્યારથી જ આ રીતે એડીનું ધ્યાન રાખશો તો એડી નહીં ફાટે.