સાંસદ શારદાબેનનો પુસ્તક પ્રેમ : ઊંઝા તાલુકાના જગન્નાથપુરા માં પુસ્તકાલય બનાવવા 4 લાખ ગ્રાન્ટ ફાળવી

સાંસદ શારદાબેનનો પુસ્તક પ્રેમ : ઊંઝા તાલુકાના જગન્નાથપુરા માં પુસ્તકાલય બનાવવા 4 લાખ ગ્રાન્ટ ફાળવી

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે બનશે આધુનિક પુસ્તકાલય

સાંસદ શારદાબેન પટેલ દ્વારા 4 લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામ ગ્રંથાલય સહ સંસ્કૃતિ કેન્દ્ર અંતર્ગત પુસ્તકાલય કાર્યરત છે. પરંતુ વર્ષો જૂનું આ પુસ્તકાલય હવે સમયાંતરે જર્જરીત બની જતા વાચકોની સ્થિતિ કફોડી બની હતી. ત્યારે આ અંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલને રજૂઆત કરતા તેમણે જગન્નાથપુરા ગ્રામ ગ્રંથાલય ના નિર્માણ માટે તાત્કાલિક ધોરણે તેમની ગ્રાન્ટ ફાળવી છે જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ગામ ગ્રંથાલય સંસ્કૃતિ કેન્દ્ર અંતર્ગત પુસ્તકાલયનું મકાન જર્જરીત થયું હોવાથી હવે નવા પુસ્તકાલયનું નિર્માણ આવશ્યક હતું. જેને લઈને આ અંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલને પત્ર લખીને ગ્રાન્ટ માટે માગણી કરવામાં આવી હતી. ત્યારે સાંસદ શારદાબેન પટેલે તાત્કાલિક ધોરણે નવીન પુસ્તકાલય બનાવવા માટે 4 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી દીધી હતી.

આજના ડિજિટલ યુગમાં પણ લોકોમાં વાંચન પ્રત્યેનો રસ જળવાઈ રહે તેમજ યુવાધન વાંચન પ્રેમી બને તે હેતુથી સાંસદ શારદાબેન પટેલે જગનાથપુરા ગામે નવીન પુસ્તકાલયના નિર્માણ માટે તાત્કાલિક ₹4,00,000 જેટલી મતભર રકમ ફાળવીને તેમનો શિક્ષણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ પ્રદર્શિત કર્યો છે. જોકે ગ્રામજનો એ પણ શારદાબેન પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.