મોદીના બદલાતા કાર્યક્રમથી અનેક અટકળો : પાટીલ અને પટેલનું ટેંશન કોણે વધાર્યું ? જાણો

મોદીના બદલાતા કાર્યક્રમથી અનેક અટકળો : પાટીલ અને પટેલનું ટેંશન કોણે વધાર્યું ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હોમ ટાઉન સુરતમાંથી જ આમ આદમી પાર્ટી મજબૂત બની છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા પ્રભાવને રોકવામાં ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહયા છે જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટીલ થી નારાજ હોવાનું ચર્ચા રહ્યું છે. તો બીજી બાજુ બે દિવસથી  ગુજરાત પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં એકાએક બે વખત ફેરફાર કર્યો છે જેને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

એકાએક કોર કમિટીની બેઠક

વડાપ્રધાન મોદી ગઈકાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. કાર્યક્રમ મુજબ વડાપ્રધાન ગતરોજ સાંજે 5 વાગે આવવાના હતા પરંતુ તેઓ અઢી કલાક અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે આજે તેઓ સાંજે 6 વાગ્યે દિલ્હી રવાના થવા હતા. જોકે તેમણે કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરી ભાજપના પ્રદેશ કાર્યલય કમલમ ખાતે કોર કમિટીની બેઠક બોલાવી હતી. અચાનક બેઠક બોલાવાતા સંગઠનમાં દોડધામ મચી ગઈ હતી.

C R અને CM થી મોદી છે નારાજ ?

મોદી ગુજરાત આવ્યા ત્યારે એરપોર્ટ પર જ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને બે મંત્રીઓના મહત્વના ખાતા પરત લેવામાં આવ્યા સહિત મંત્રીઓના રિપોર્ટ કાર્ડ મુદ્દે ચર્ચા હોવાનું સૂત્રોની માહિતી છે. તો સાથે બેઠકમાં ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ મામલે ચર્ચા થઈ હોવાની સૂત્રોમાંથી જાણકારી મળી છે. આખરે 2 કલાક બેઠા બાદ પંચાલ, સંઘવી અને પાટીલ રિવરફ્રન્ટ જવા માટે નીકળી ગયા હતા. મોદી સાથે આ બેઠકમાં કે કૈલાશ નાથન અને પાછળથી રાજ્યના મુખ્ય સેક્રેટરી પંકજ કુમાર પણ જોડાયા હતા. ક્યાંક ને ક્યાંક ગુજરાતનો વિધાનસભાની ચૂંટણી જીતવાનો મોરચો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સંભાળી રહ્યા છે. કારણકે ક્યાંક ને ક્યાંક તેમણે જેમના ઉપર અપેક્ષાઓ રાખી હતી એ ભાજપના સી.આર.અને સી.એમ મોદીની અપેક્ષાઓમાં ક્યાંક ઉણા ઉતર્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ગબડેલા સી.આર.ને સી.એમ એ સંભાળ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે કચ્છના પ્રવાસે હતા ત્યારે એક કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલ સ્ટેજ પર નરેન્દ્ર મોદીની હાજરીમાં જ ગબડી પડ્યા હતા. જેને લઈને ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ તેમને સંભાળી લીધા હતા. અત્રે નોંધનીય છે કે સી આર પાટીલ આ અગાઉ પણ એક મંદિરના દર્શનાર્થે ગયા હતા ત્યાં પગથિયા પરથી લપસી પડ્યા હતા. જેને લઈને ક્યાંક એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે અનેક નેતાઓને ગબડાવનાર પાટીલ ખૂદજ ગબડી પડ્યા !